"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."
"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...." ✍️અમી દોશી રાજકોટ 9825971363 કેટલીક જગ્યાઓ સુંદર હોય છે… અને કેટલીક જગ્યાઓ સુંદર હોવા ઉપરાંત આપણી અંદર પણ કંઈક સુંદર જગાડી જાય છે. રાજકોટનું ન્યારી ડેમ એવું જ એક સ્થળ છે. સાંજ પડે ત્યારે પાણીની સપાટી પર સૂર્યના બદલાતા રંગો, કિનારે ઊભેલી વનરાજી, હવામાં ભળેલી ઠંડક અને પોતાના માળા તરફ પાછાં ફરતાં પંખીઓ… ન્યારી પોતે જ જાણે કુદરતે દોરેલું એક જીવંત ચિત્ર લાગે. પણ આજની સાંજ થોડી અલગ હતી. આ વખતે અમે ન્યારીનું ચિત્ર જોવા નહોતા ગયા… અમે ન્યારીને રંગવા ગયા હતા. યુવા આર્ટિસ્ટ શક્તિરાજ અને તેના મિત્રો કે જેમની creative paradise નામની આર્ટ કોમ્યુનિટી છે તેમણે સાથે મળીને એક સુંદર Art Partyનું આયોજન કર્યું હતું. કોઈના હાથમાં કેન્વાસ હતું, કોઈ રંગોમાં ખોવાયેલું હતું, કોઈ બ્રશની એક નાનકડી લહેરથી આખું દૃશ્ય બદલવાની કોશિશ કરતું હતું અને ક્યાંક ગિટારના સૂર સાંજની શાંતિમાં ભળી રહ્યા હતા. પણ આ આખી સાંજની સૌથી સુંદર વાત એ હતી કે અહીં કોઈ કલાકાર બનવા નહોતું આવ્યું. કોઈ સ્પર્ધા નહોતી. કોઈને પોતાનું ચિત્ર બીજાના ચિત્ર કરતાં સુંદર બનાવવાની ચિંતા નહોતી....