સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4)✍️અમી દલાલ દોશી

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન
માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4)

✍️અમી દલાલ દોશી

ભારતવર્ષનું સૌથી મહાયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં લડાવાની તૈયારી થઈ ચૂકી હતી. જેમાં એક બાજુ કૌરવની સેના અને બીજી બાજુ પાંડવોની સેના ઉભી હતી. વીર અર્જુનના રથને હંકારીને શ્રીકૃષ્ણ પાંડવસેનાની મોખરે લાવે છે ત્યારે કૌરવસેનામાં પોતાના સ્વજન એવાં મહાયોદ્ધાઓને લડવા માટે ઉભેલા જોઈ ને અર્જુનનાં ગાત્રો ઢીલાં પડી જાય છે, શરીરમાંથી કંપારી છૂટી જાય છે અને ગાંડીવ હાથમાંથી સરકવા લાગે છે. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ નહીં લડી શકું. આમ કહી તેણે ગાંડીવ નીચે મૂકી દીધું.
તે સમયે શ્રીકૃષ્ણે અર્જુનની સ્થિતિ જોઈ ગીતાનો ઉપદેશ આપ્યો. જેના પરિણામે અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો, એટલું જ નહીં, કૌરવસેનાના અજેય ગણાતા ધુરંધર યોદ્ધાઓ સામે મહાભારતના યુદ્ધમાં જીત પણ મેળવી.
મિત્રો, વીરયોદ્ધા અર્જુન સાથે યુદ્ધ પૂર્વેની ક્ષણોમાં એવું તે શું બન્યું કે તેમણે હથિયાર હેઠાં મૂકવા પડે?
અર્જુનની આ સ્થિતિ માટે જવાબદાર હતી મનુષ્યના મગજના એક કેમિકલ નોરપીનેફ્રીનની કમાલ. તો ચાલો આજે તેના વિશે જાણીએ.
નોરપીનેફ્રીન શું છે?
નોરપીનેફ્રીન સ્ટ્રેસ હોર્મોન અને ન્યુરોટ્રાન્સમીટર તરીકે બેવડું કામ કરતું કેમિકલ મેસેન્જર છે.તે નોરએડ્રિનાલિન તરીકે પણ ઓળખાય છે. મગજ માં આવેલ એડ્રીનેલ ગ્લેન્ડ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બનેછે. એપીનેફ્રીન(એડ્રીનાલિન)ની સાથે નોરપીનેફ્રીન પણ જ્યારે એકદમ સ્ટ્રેસફૂલ અને ભયજનક સ્થિતિ ઉભી થાય ત્યારે ફ્લાઇટ(ભાગી છૂટવું)અથવા ફાઈટ(લડત આપવી)નો રિસ્પોન્સ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
નોરપીનેફ્રીનનું સિક્રેશન ક્યાં થાય છે?
નોરપીનેફ્રાઇનનો સ્ત્રાવ માણસના મગજમાં આવેલ એડ્રીનેલ ગ્લેન્ડ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં થાય છે.
નોરપીનેફ્રીનનું સિક્રેશન ક્યારે થાય છે?
મનુષ્ય સાથે જ્યારે કોઈ અણગમતી, અણધારી, સ્ટ્રેસફુલ ઘટના બને ત્યારે સ્ટ્રેસ હોર્મોન તરીકે લોહીમાં નોરપીનેફ્રીનનો સ્ત્રાવ થાય છે.
સામાન્ય રીતે ઊંઘ દરમિયાન તેનો સ્રાવ સૌથી ઓછો થાય છે અને જાગૃત અવસ્થામાં વધે છે. પણ જ્યારે એકદમ સ્ટ્રેસ આવે, ડર લાગે. માણસ ફ્લાઇટ કે ફાઈટ મોડમાં આવી જાય ત્યારે તેનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. જે મગજને એકદમ સતેજ બનાવી દે છે. ઘણી વાર સામાન્ય રીતે યાદ ન આવતી બાબતો સ્ટ્રેસફુલ સ્થતિમાં એકદમ યાદ આવી જાય છે. આ પરિસ્થિતિને કારણે ફોકસ અને એકાગ્રતા ખૂબ વધી જાય છે. પરંતુ, તેનાથી થાક પણ ખૂબ લાગે છે.
નોરપીનેફ્રીનનું કાર્ય:
મગજ અને શરીરને જોડતી કડી તરીકે આ હોર્મોન કામ કરે છે. તે સ્ટ્રેસ હોર્મોન અને ન્યુરોટ્રાન્સમીટર છે, જે શરીરને મગજ દ્વારા સઁદેશો આપવાનું કાર્ય કરે છે.
નર્વસ સિસ્ટમને સઁદેશો મળવાને કારણે શરીર કાર્યરત થઈ શકે છે.
(A) શરીરના દરેક અવયવને મગજનો સઁદેશો આપવાનું કાર્ય કરે છે.
(B) તેને કારણે આંખોમાં આંસુ આવવાથી આંખ ભીની રહે છે.
(C) હૃદયમાં લોહીનું પમ્પીંગ વધારે છે.
(D) શરીરના જુદા જુદા ભાગોની રોગ પ્રતિકારક શક્તિ પર અસર થાય છે.
(E) ધમનીઓમાં લોહીનો સ્રાવ ઝડપી બને છે.
(F) કિડનીમાં તે રેનીનનો સ્રાવ કરી લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટાડે છે.
(G) લીવરમાં શક્તિના સ્રોત સમાન ગ્લુકોઝનો અને પેન્ક્રીયાસમાં તેના કારણે ગ્લુકોનનો સ્રાવ થાય છે.
નોરપીનેફ્રીન ઇમ્બેલેન્સની અસરો:
મગજના અન્ય મહત્ત્વના કેમિકલ ડોપામીન, સેરોટોનિન અને નોરપીનેફ્રીન જેવા મોનોએમાઇન્સ ગ્રૂપ પર અસર થાય છે પરિણામે માણસની માનસિક અને શારીરિક સ્થિતિ છિન્નભિન્ન થઈ જાય છે.
નોરપીનેફ્રીનનું હાઈ લેવલ
આ કેમિકલ નું પ્રમાણ વધવાથી

* સતત સ્ટ્રેસ રહેવો
* મેનિયા
* સતત વિચારો આવવા
* લોકોની ભીડમાં જવાનો ભય
* સ્નાયુ ખેંચાવા 
* કોન્સન્ટ્રેશનનો અભાવ
નોરપીનેફ્રાઇનનું પ્રમાણ વધી જવાથી 
* હૃદયના ધબકારા વધી જાય છે.
* બ્લડપ્રેશર વધી જાય છે.
* એનર્જી માટે ગ્લુકોઝની જરૂર હોવાથી તે લોહીમાં છૂટું પડે છે.
* મગજ તરફ લોહીનો પ્રવાહ વધે છે અને પાચનક્રિયામાં ઘટાડો થાય છે.
* પેશાબ અને અપચાની તકલીફ થાય છે.
* અનિદ્રાની તકલીફ થાય છે.
* એન્ગ્ઝાઈટી
* ડિપ્રેશન
* પેનિક એટેક 
* મેનિયાક થઈ જાય છે.
* ખૂબ પરસેવો થાય છે.
* અલઝાઇમર થવાના અનેક કારણો પૈકી એક કારણ હોય છે.
(B) નોરપીનેફ્રીનનું લો લેવલ
આ કેમિકલનું પ્રમાણ ઘટવાથી
* યાદશક્તિની તકલીફ
* ડિપ્રેશન
* ઉત્સાહનો અભાવ
* મગજ સુન્ન થઈ જાય
* સતત થાકનો અનુભવ
* મેજર ડિપ્રેસિવ ડિસોર્ડર 
* એડીએચડી (એટેન્શન ડેફિસીટ/હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર)
* લો બ્લડપ્રેશર થાય છે.બ્લડપ્રેશર ઘટવાથી વ્યક્તિ બેભાન થઈ જાય, આળસુ થઈ જાય અને અમુક કિસ્સાઓમાં તો હૃદય અને મગજને પણ નુકશાન પહોંચાડે છે.
* વ્યક્તિના મૂડ સ્વિંગ થાય છે.
* કાર્યક્ષમતા અને એકાગ્રતામાં ઘટાડો થાય છે.
* હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે.
* લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી જાય છે.
* માથાનો દુખાવો, માઈગ્રેઇન થાય છે.
* ઊંઘમાં તકલીફ થાય છે.
(6) નોરપીનેફ્રીનનું ઇમ્બેલેન્સના કારણો:
આ સ્ટ્રેસ હોર્મોન અને ન્યુરોટ્રાન્સમીટર ઘણા માનસિક રોગોમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોર્ટીઝોલ નામના અન્ય સ્ટ્રેસ હોર્મોન કરતાં આ હોર્મોનને ખૂબ ઓછું મહત્ત્વ મળ્યું છે. પરંતુ, નોરપીનેફ્રીન પણ માનસિક સ્વાસ્થ્ય માટે તેટલો જ મહત્વનો હોર્મોન છે.
(7) નોરપીનેફ્રીનના કુદરતી સોર્સ:
ચોક્કસ પ્રકારનું ફૂડ લેવાથી નોરપીનેફ્રીનનું પ્રમાણ જાળવી શકાય છે.
(A) એમિનો એસિડ અને ટાયરોસીન, જેમાં ચીઝ અને અન્ય ડેરી પ્રોડ્કટ્સ, સોયાબીન, નટ્સ, હોલ ગ્રેઇન,
(B) કઠોળ, કેળાં, ઈંડાં, માછલી, ઓટમિલ, એટલે કે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન લેવાથી
(C) અશ્વગંધા અને કૌચાના બીજ
(D) ઠંડા પાણીથી નહાવું
(E) ઊંઘ
(F) રોજની ઓછામાં ઓછી અડધો કલાક કસરત કરવાથી
(G) મેડિટેશન, પ્રાણાયામ, યોગ
સાર:
અનિશ્ચિતતાનું બીજું નામ એટલે જીવન.
જીવનમાં કયારે, કેવી પરિસ્થિતિ આવશે તેના વિશે કોઈ કાંઈ કહી શકે નહીં.
ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે અર્જુનના જીવનમાં એવી સ્થિતિ ઉત્પન્ન થઇ જેની સામે તેમની પાસે બે વિકલ્પ હતા. યુદ્ધ કરવું અથવા હથિયાર હેઠાં મૂકી દેવાં. અર્જુને બીજો રસ્તો પસંદ કર્યો. પરંતુ, એ સમયે કૃષ્ણે તેના જીવનમાં ગ્રેટ સાયકિયાટ્રીસ્ટની ભૂમિકા ભજવીને અર્જુનને વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા.
જીવનમાં ખૂબ ગમતી અને તદ્દન ન ગમતી બાબતો આવતી જ હોય છે. એ સમયે આપણે નક્કી કરવાનું હોય છે કે લડી લેવું કે ભાગી છૂટવું એ આપણે નક્કી કરવાનું છે.
જરૂર છે, કૃષ્ણ જેવા સાયકીયાટ્રીસ્ટ, મોટીવેટર, અને પરમ મિત્રની. જે આપણી આસપાસ હોય જ છે. જરૂર છે, માત્ર એક નજર કરી એને ઓળખવાની. એ મિત્ર, સગા સ્નેહી કે ડોક્ટરના રૂપમાં પણ હોઈ શકે છે.
સકારાત્મક વિચારીએ સ્વસ્થ જીવીએ તંદુરસ્ત જીવીએ...

Comments

Popular posts from this blog

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ