Posts

Showing posts with the label મૌન

મૌન: મનની સાધના

Image
મૌન : મનની સાધના कोलाहल में मौन है ,सन्नाटों में शोर । निर्भर है इस बात पर ,लगन लगी किस और ।। આપણી સંસ્કૃતિમાં મૌનનું અનેરું મહત્વ છે. ઋષિ – મુનિઓ થી લઈને વર્તમાન યુગના દરેક મહાપુરુષે મૌનના મહત્વને સ્વીકાર્યું છે. જે મૌન ધારણ કરે તે મુનિ એના પરથી જ સમજી શકાય કે મૌનની તાકાત કેટલી છે. ચૂપ રહેવું કે મોઢું બંધ રાખવું એ વાસ્તવમાં મૌન નથી. મૌન એટલે મન સાથે સંવાદ કરવાની એક સાધના. મૌન વિશે કબીર કહે છે કે कबीरा यह गत अटपटी, चटपट लखि न जाए।  जब मन की खटपट मिटे, अधर भया ठहराय। અર્થાત્ મૌન એ ખૂબ અઘરી બાબત છે જેની સહેલાઈથી લખી શકાય તેટલી સરળ નથી. જ્યારે મનના ઉદ્વેગ શાંત થાય ત્યારે હોઠ આપોઆપ બંધ થઈ જાય છે અને એ છે સાચું મૌન. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે,  "ક્રોધને જીતવા માટે મૌન સૌથી વધુ અસરકારક છે."  મૌનની તાકાત એટલી અદ્ભુત છે કે, તે લોકોની વચ્ચે પણ એકાંતનો આનંદ આપે છે, તેનાથી પોતાની અંદર ઉતરી શકાય છે. એકવાર એકાંત અને મૌનની લત લાગી ગયાં પછી વ્યક્તિને અન્યની હાજરી પણ ખૂંચે છે કારણ મૌન શકિતનો ભંડાર છે તે વ્યક્તિને એક વિશિષ્ટ પ્રકારની ઊર્જાથી તરબતર કરી દે છે. શર્ત એટલી કે...