Posts

Showing posts from April, 2026

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

Image
સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2 લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે લીમડાનો જ્યુસ સંપૂર્ણ પ્રોસેસ આ વિષય પર વર્ષ 2024માં મેં એક બ્લોગ લખેલ જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.(https://amidalaldoshi.blogspot.com/2024/04/blog-post_8.html?m=1) ત્યારબાદ ઘટનાઓ જ એવી બની કે, આજે બે વર્ષ બાદ ફરીથી આ જ વિષય પર પણ થોડું અલગ રીતે લખવાનું મન થયું છે.  જ્યારે આપણું સુખ બીજાના સુખ સાથે જોડાઈ જાય ત્યારે તે સાચા અર્થમાં સ્વાંત સુખાય બની જાય છે. ભારતીય ઋતુચક્રમાં ચૈત્ર મહિનો માત્ર ઋતુપરિવર્તનનો સંકેત નહીં પરંતુ આંતરિક શુદ્ધિ અને નવા પ્રારંભનો સંદેશ પણ આપે છે. ઉનાળાની શરૂઆત સાથે શરીર અને મનને સંતુલિત રાખવા માટે પરંપરાગત રીતે લીમડાનું સેવન વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આ પરંપરા જ્યારે નિઃસ્વાર્થ સેવા સાથે જોડાય છે, ત્યારે તે એક સુંદર સામાજિક અભિવ્યક્તિ બની જાય છે. સોસાયટીમાં રહેતાં અમારાં મિત્ર વંદનાબેન આ નિ:સ્વાર્થ સેવા અભિવ્યક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે તો, તેમનાથી પ્રેરાઈ અને બીજા બહેનો આ સેવાને વધુ એક ઊંચાઈ પર લઈ ગયા છે. વાત છે એવાં બહેનોની જે...

સ્વાંતઃ સુખાય(1) : પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર

Image
સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 1 પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર  આજનાં અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક મનુષ્ય માટે સૌથી મહત્વની અને જરૂરી બાબત એટલે મનની શાંતિ. ભૌતિક વસ્તુઓ અમુક ક્ષણ કે કલાકો માટે કદાચ આનંદ આપી શકે પણ પરમ શાંતિની અનુભૂતિ માટે તો પ્રકૃતિનાં શરણે જ જવું પડે છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માટે લોકો અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે જેમાં જંગલોમાં ફરવું, કુદરતી સ્થળોમાં રહેવા જવું, લુપ્ત થતી જતી વનસ્પતિઓને શોધવી અને તેનું સંવર્ધન કરવું, બીજ એકત્ર કરવાં, બીજારોપણ કરવું, બીજને યોગ્ય જગ્યાએ પહોચાડવા, લુપ્તપ્રાય વનસ્પતિઓને ઉછેરવા માટેનો પ્રયાસ કરવો વગેરે જેવાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે. આપણને જે કાર્ય કરવું ગમતું હોય તે પ્રકારનાં લોકો સાથે કુદરત મેળાપ કરાવી જ આપે છે. આવું એક સુંદર સંસ્થાન એટલે વન વગડો ગ્રુપ. આ ગ્રુપનાં મિત્રો દ્વારા વર્ષોથી કુદરત અને કુદરતી સંપદા એવાં વૃક્ષો, બીજના જતન અને સંવર્ધનનું કાર્ય એકદમ સમર્પિત અને અપેક્ષારહિત અવિરતપણે ચાલ્યાં જ કરે છે. આવાં મિત્રોના સથવારે બીજ વિતરણ અને વૃક્ષારોપણ કરવાનો મને અવસર મળ્યો. વૃક્ષારોપણન...