ઓબેસીટી કે ખતરાની સીટી?
ઓબેસીટી કે ખતરાની સીટી?? Kill obesity before it kills you.... એંશીના દાયકામાં કોઈપણ કામ અર્થે માતા જ્યારે બહાર જતી ત્યારે બાળકોને કહીને જતી કે, " સ્કૂલથી પાછા આવીને, બહારથી કે રમીને આવો ત્યારે ઘરમાં રોટલી, રોટલો, અથાણું , ચટણી, ગોળ, ઘી, દૂધ, દહી છે એ ખાઈ લેજો." આજની માતા કીટીમાં કે શોપિંગમાં બહાર જાય ત્યારે કહીને જાય કે ,"મેગી બનાવી લેજો અથવા સ્વિગી - ઝોમેટોમાં ઓર્ડર કરી દેજો." છેલ્લાં ચાલીસ વર્ષમાં આપણી જીવન પદ્ધતિમાં એટલાં ફેરફારો આવ્યાં કે જીવન જ સાવ બદલાઈ ગયું. બદલાયેલી આ જીવનશૈલીનું જીવંત ઉદાહરણ જોવું હોય તો ધોરણ એક થી દસની શાળાના દરવાજા પર જઈને ઊભા રહીએ અને શાળા પરથી ઘરે જતાં બાળકોનો અભ્યાસ કરીએ તો તેમની મેદસ્વિતાનું પ્રમાણ જોઈને જ ઓબેસિટીના ખતરાની સીટી ન સંભળાય તો જ નવાઈ કહેવાય. આજે આપણે એવી સ્થિતિ પર આવીને ઊભા રહ્યાં છીએ જેમાં સ્વાસ્થ્ય નહીં પરંતુ જીવનની સલામતી જોખમાતી જણાય છે. સતત વધતી જતી મેદસ્વિતા માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ જે ભયજનક રીતે વધી રહ્યુ...