દુઃખનું કારણ: અસીમિત જરૂરિયાતો
દુઃખનું કારણ: અસીમિત જરૂરિયાતો જન્મી ને મરી જવું બસ એટલી જ વાત છે, એમાં તો માનવીને કેટલી પંચાત છે. મનુષ્ય આ પૃથ્વી પર આદિમાનવ સ્વરૂપે અવતરીત થયો ત્યારથી આજ સુધી સતત પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને નવી નવી શોધ કરતો રહ્યો છે. જેને કારણે જીવન સરળ બનતું ગયું છે. આવી જ અગત્યની શોધ એટલે અગ્નિ અને ચક્ર.જેની શોધને કારણે મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ જ રીતે વીસમી સદીની મહત્વની શોધ એટલે કમ્પ્યુટર જેના દ્વારા મનુષ્યે એક નવી જ ઊંચાઈ સર કરી અને ઇન્ટરનેટે તો એ ઊંચાઈને એવરેસ્ટ જેટલું કદ આપી દીધું. નવી શોધો એટલે નવી વસ્તુઓ, નવો વપરાશ પ્રાપ્ત કરવાની ઝંખના. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલા માટે જ જરૂરિયાતો ધીરે ધીરે સંગ્રહખોરીમાં પરિવર્તિત થવા લાગી. જેને મહત્વની જરૂરિયાત, રોકાણ જેવા સુંદર નામ આપી અને માણસ જીવવા લાગ્યો. આ જરૂરિયાતો ધીરે ધીરે આદત, નશા અને વળગણમાં પરિવર્તિત થવા લાગી. વળગણ અને નશો એવી બાબત છે કે જે હંમેશા અનિવાર્ય જ લાગે પરંતુ અંતે તો છ ફૂટની જગ્યા સિવાય કંઈ જ સાથે નથી આવવાનું એ બધું સમજવા છતાં આ પ્રક્રિયા જીવનભર સમગ્ર વિશ્વનાં લોકો કરી રહ્યા છે. જરૂરિય...