Posts

Showing posts with the label કચ્છનું રણ

ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ (ભાગ:3) અંતિમ

Image
અમી દોશી તા.18 જાન્યુ.2023 રાજકોટ ધોળાવીરા જવાનો વિચાર આવે એટલે તરત જ એમ થાય કે જેમને આર્કિયોલોજીકલ સાઈટ જોવામાં રસ હોય તે લોકો જાય. બાકી છેક છેવાડાનાં પ્રદેશમાં આટલા બધાં કિલોમીટરની મુસાફરી કરી અને માત્ર પથ્થર જોવાં શું જવાનું? તો મિત્રો, હું જણાવીશ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આપણું ધોળાવીરા એ માત્ર નિર્જીવ પથ્થરો નહીં, પરંતુ, હજારો વર્ષ અગાઉની જીવતાંજાગતાં, અતિ હોંશિયાર, બુદ્ધિશાળી લોકોની સંસ્કૃતિ હતી. જો તમે આર્કિયોલોજીકલ સાઈટના ચાહક નથી, પરંતુ તમને કુદરતી સૌંદર્યને માણવાનો શોખ છે, તો પણ તમારે ધોળાવીરા જરુર જવું જોઈએ. તમને કલાકો સુધી એકદમ સુમસામ રોડ અને રોડની બંને તરફ ફેલાયેલી કુદરતી સંપદા(વિશાળ રણ)ને અનિમેષ નજરોથી નિહાળવાનો શોખ છે, તો તમે આ પ્રવાસને એક સુંદર ડ્રાઈવ તરીકે પણ માણી શકો. પૂનમની રાતે ચાંદનીની સાખે રણના અફાટ સૌંદર્યને કોઈના સથવારે હૃદયમાં ઉતારી લેવાની ઈચ્છા છે, તો પણ તમે ધોળાવીરા જઈ શકો. જેમાં ચાંદની રાત, મિત્રોનો સાથ, સંગીતની જમાવટ ઘણું બધું હોઈ શકે. અહીં સમયની કોઈ પાબંદી નથી. સૂર્યોદયના શોખીન વહેલી સવારનો આનંદ માણી - નિહાળી શકે,અન...

ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ (ભાગ:2)

Image
અમી દોશી તા.17 જાન્યુ.2023 રાજકોટ ગતાંકથી ચાલુ... આજના ટેકનોલોજીના યુગમાં આખું વિશ્વ આંગળીના ટેરવે છે ત્યારે કોઈ પણ માહિતીને લેખ સ્વરૂપે વાંચવામાં લોકોને બહુ ઉત્સુકતા કે જિજ્ઞાસા રહી નથી પરંતુ કેટલીક બાબતો અનુભવવાની હોય છે અને આ ઉંડાણપૂર્વકનો અનુભવ તેને જે તે સમયમાં અચૂક લઈ જાય છે. પુરાતત્ત્વવિદ અનુસાર ધોળાવીરાનો ઇતિહાસ 5,000 હજાર વર્ષ જૂનો છે. જેને ઇજિપ્તના પીરામિડ કરતાં પણ જૂનો કહી શકાય. હજારો વર્ષ પહેલાં ખડીર દ્વીપની ફરતે દરિયો આવેલો હશે, જે પ્રાકૃતિક આપદાઓને પરિણામે કાળક્રમે રણમાં પલટાઈ ગયો હશે. ઈ. સ. 1967-68માં પુરાતત્ત્વ વિભાગ દ્વારા અધિકૃત થયેલી આ સાઈટ લગભગ 20 વર્ષ સુધી વણસ્પર્શી રહી અને 1989થી ખોદકામ શરૂ થયું. લગભગ પંદર વર્ષ સુધી ચાલેલા ખોદકામ દરમિયાન મળેલી સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું. આપણે જાણીએ જ છીએ કે માનવ વસવાટ ત્યાં જ વિકસિત બને જ્યાં કાયમી વહેતી નદી હોય અથવા ચોમાસું નદીઓમાંથી વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થઇ શકતો હોય અથવા ઉદ્યોગો હોય. જ્યારે આ વિસ્તાર સમુદ્રમાં હશે ત્યારે ખડીર એક બેટ સ્વરૂપે હશે અને ધોળાવીરા હશે એકદમ ધમધમતું બંદર, જે વિશ્વના દેશો...

ધોળાવીરા: એક અવર્ણનીય અનુભવ(ભાગ:1)

Image
અમી દોશી રાજકોટ તા.16જાન્યુ.2023 બાળપણમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ત્યારે તેની નગર રચના,ગટર વ્યવસ્થા એ લોકો કેવાં હશે, કઈ રીતે જીવન પસાર કરતાં હશે વગેરે વિશે પ્રાથમિક અભ્યાસ કરેલો ત્યારે એક વિશેષ આકર્ષણ રહેલું કે, આવી નગરી કેવી હશે!ત્યાંના લોકો કેવાં હશે!અને મને ક્યારે આ નગરી જોવાં મળશે.! ઇતિહાસ અને પુરાતત્વ વિષય સાથે હંમેશાથી એક વિશેષ લગાવ હોય તેવું મને કાયમ લાગ્યું છે અને આવાં સ્થળોની મુલાકાત સમયે એ રોમાંચનો અનુભવ પણ કાયમ થયો જ છે. અનેક લોકોને માત્ર પત્થરો, માટી સાથેના નિર્જીવ લાગતાં સ્થળોમાં મને એ સમયના લોકોનો જીવંત ધબકાર દેખાય છે અને તેમનું જીવન તાદૃશ્ય થઈ જતું દેખાય છે. ધોળાવીરા જવાની ઈચ્છા તો વર્ષો જૂની હતી પરંતુ સથવારાની રાહમાં પણ ઘણાં વર્ષો નીકળી ગયાં. અમુક સ્થળો એવાં હોય છે જ્યાં મોટાભાગના લોકોને જવામાં કોઈ રસ હોતો નથી અને જે જાય છે તેના પણ ત્રણ ચાર પ્રકાર છે.પ્રથમ ક્રમમાં જેને ખરેખર ઉંડાણપૂર્વકનો રસ છે અને અભ્યાસ કરવો છે તેવાં લોકો.બીજા ક્રમના લોકો કશું જ વિચાર્યા વિના સમય મળ્યે એક પર્યટન સ્થળ સમજી અને મુલાકાતે તો જાય છે પણ નિરાશ થઈને પરત ફરે છે.(ત્યા...