Posts

Showing posts with the label ખુશી

સ્લો લિવિંગ:કુલ લિવિંગ

Image
અમી દોશી રાજકોટ તા.19 ફેબ્રઆરી 2023 "હવે પહેલાં જેટલી  દોડાદોડી નથી થતી"... "જીવનમાં ખૂબ દોડ્યા હવે શાંતિથી બેસવું છે"... મોટાભાગે દરેક વ્યક્તિનો  જીવન પ્રત્યે અભિગમ એક ઉંમર થાય ત્યારે આવે છે. પણ એ દોડધામથી મુક્ત થવાથી માનસિક શાંતિ મળી જાય અને સમજણપૂર્વ જીવનના અંત સુધી તરબતર જીવનમાં પ્રસન્નતામય રહી શકાય તેમાં જમીન આસમાનનું અંતર છે. જો કે  આપણાં દેશમાં છેલ્લા બે દશકાને બાદ કરતાં સદીઓથી આ જ પ્રકારનું જીવન જીવાતું આવ્યું છે.પણ બદલાતાં જતાં વિશ્વએ બધાને આ દોડાદોડીના  બોક્સમાં મૂકી દીધાં છે. સ્લોનો અદ્દલ અર્થ  ધીમું... પણ અહીં જે વાત કરીએ છીએ તેને અને આ સામાન્ય અર્થઘટન વચ્ચે તફાવત છે. સ્લો એટલે સામાન્યરીતે દરેક વસ્તુ ધીમેથી કરવી. ધીમે વિચારવું,ધીમું ચાલવું, દરેક વસ્તુમાં ધીમે ધીમે અમલ કરવો,પ્રવૃતિઓ ઓછી કરી નાખવી અથવા ધીમે ધીમે પ્રવૃતિમાંથી નિવૃત્ત થઈ જવું વગરે. વાસ્તવમાં આ  સ્લૉ લિવિંગ નથી.  સ્લો લિવિંગ એટલે આધુનિકતાની દેખાદેખીમાં સમજ્યા-વિચાર્યા વગર આંધળી દોટ મૂકવાને બદલે પોતાની  સંસ્કૃતિ સાથેનું જોડાણ કાયમી રાખી પરંપરાગત રીતે ...

ખુશીનું સરનામું: ફિનલેન્ડ

Image
અમી દોશી રાજકોટ 11 ફેબ.2023 ખુશીનું સરનામું ખરેખર તો માણસના મન અને હ્રદયમાં છે પણ આખા દેશના લોકો જ્યારે ખુશ રહેતાં હોય અને પાછી આખી દુનિયા તેમને happiest country નું બિરૂદ આપતી હોય ત્યારે વિચારવું પડે કે એવું તે શું છે તે દેશમાં અને દેશના લોકોમાં. સતત પાંચમા વર્ષે પણ વિશ્વના સૌથી વધુ આનંદિત(worlds happiest country) દેશનું બિરુદ મેળવનાર  ફિનલેન્ડ પાસે ખુશ હોવાના ઘણાં કારણો છે, જેમાંનું એક સૌથી મોટું કારણ છે ફોરેસ્ટ -લીલાં ગાઢ જંગલો ,પર્વતો અને 18800 જેટલાં કુદરતી તળાવો જેવી સમૃદ્ધિથી ભરપૂર કુદરતી સંપત્તિ. આ દેશની કુલ જમીનનો 70%ભાગ જંગલથી આચ્છાદિત છે જેથી દેશના તમામ લોકો વધુમાં વધુ સારી રીતે કુદરતના ખોળે રહી અને સ્ટ્રેસફ્રી જીવન જીવતાં અને જીવનને માણતાં બાળપણથી જ શીખી જાય છે. ઉત્તરી યુરોપનાં આ ટચૂકડા દેશે ઔધોગિક વિકાસ પણ સારો એવો કર્યો છે પરંતુ,શિક્ષણક્ષેત્રે અહીં ઉડીને આંખે વળગે તેવી વિશિષ્ટ જાગૃતિ છે. ફિનલેન્ડમાં પ્રિસ્કૂલના બાળક માટે ફોરેસ્ટ સ્કૂલ હોય છે.જેમાં તે બાળપણથી જ કુદરતની સાથે રહેતાં, વિકસતાં અને તેનું મહત્વ સમજતાં શીખે છે.કુદરત પાસેથી બાળક આપોઆપ ઘ...