Posts

Showing posts with the label સાઉન્ડ હીલિંગ

સાઉન્ડ હીલિંગ (ધ્વનિ ચિકિત્સા) :વિસરાઈ ગયેલી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ

Image
 સાઉન્ડ હીલિંગ (ધ્વનિ ચિકિત્સા) : વિસરાઈ ગયેલી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ હજારો વર્ષ જૂની આ ચિકિત્સા પદ્ધતિ આજે   સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે  લોકપ્રિય બનતી જાય છે. એ માન્યતા, માનસિકતા કે સેંકડો વર્ષ જૂની ગુલામી હોય પણ ખૂબ દુઃખ સાથે સ્વીકારવું જ પડે કે, ફેશન ,  જીવન પદ્ધતિ , ખાણી પીણી કે યોગ જેવો અણમોલ વારસો હોય, પાશ્ચાત્ય દેશો જ્યારે તેને અપનાવે, અનુમોદન આપે કે મહાન ગણે ત્યારબાદ જ આપણે પૂર્વના લોકો તેને મહત્વ આપીએ છીએ અથવા સ્વીકારીએ છીએ.  પશ્ચિમમાં થયેલાં સંશોધનોને આપણે ગર્વ સાથે આધારભૂત માનીએ છીએ પણ આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો વારસો સમજવા સંશય રહે છે અને પુરાવાઓ જોઈએ છે. જેનું વધુ એક ઉદાહરણ છે સાઉન્ડ હીલિંગ (ધ્વનિ તરંગો દ્વારા થતી ચિકિત્સા). લેખિકા દ્વારા સાઉન્ડ હીલિંગ સેશન  શરીર, મન અને આત્માને શારીરિક, માનસિક, આધ્યાત્મિક કક્ષાએ ધ્વનિ તરંગો દ્વારા આપવામાં આવતી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ એટલે આપણાં પ્રાચીન યુગનું નાદ/ ધ્વનિ શાસ્ત્ર અને આજનાં યુગનું સાઉન્ડ હીલિંગ .  આપણી સંસ્કૃતિમાં  ધ્વનિ ચિકિત્સા (સાઉન્ડ હીલિંગ)ને ઉચ્ચ કક્...