વૃક્ષો વાવો, જીવન બચાવો....
વૃક્ષો વાવો, જીવન બચાવો Happy Friendship Day.... Happy plantation Day.... આખરે એ દિવસ આવી ગયો જેની એક વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. ઘણાં રવિવાર ગયાં, બીજરોપણ માટેનું આયોજન પણ કર્યું પણ વરસાદની અનિશ્ચિતતાને કારણે શક્ય બનતું નહોતું. આજે સવારે સહસર્જનનાં બધા મિત્રો જામનગર રોડ ઉપર આવેલાં, ખુલ્લાં વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે બીજારોપણ કરવા માટે નીકળી પડ્યાં. ગોપાલભાઈ, પ્રવીણભાઈ, દુષ્યંતભાઈ, જયદેવભાઈ, નિલેશભાઈ, સ્નેહા તમામનાં પરિવારજનો અને ત્રીસ જેટલાં મિત્રો સાથે સીતાફળ, રાવણા જાંબુનાં બીજ વાવવાનો ખરેખર અનેરો આનંદ આવ્યો. બાવળની કુદરતી ઝાડીની વચ્ચે ચોક્કસ પ્રકારનાં સાધનની મદદથી ઉભા ઉભા કોઈપણ ઉંમરના વ્યક્તિ બીજારોપણ કરી શકે તેવું સાધન અમારા મિત્રો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે હવે શહેરનાં અનેક લોકો સુધી પહોંચી પણ ગયું છે. આ સાધન એટલું સરળ છે કે આગળ ભાલા જેવો ત્રિકોણાકાર જેનાં દ્વારા આપણે જમીનમાં એક ખાડો પાડી અને નેવું અંશના ખૂણે પાઇપને ઉંચો કરવાથી જમીન ઊંચી થાય છે અને પોલા પાઇપ દ્વારા બીજ નાખવાથી તે પાઇપ...