Posts

Showing posts with the label #કોંકણ

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

Image
કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (પાર્ટ 1) આજથી લગભગ 38 વર્ષ પહેલાં શાળાકાળ દરમિયાન ટ્રેનમાં પ્રવાસ કરીને ગોવા જવાનું થયેલું. સેકન્ડ ક્લાસની ટિકિટ હતી. લગભગ ચોવીસ કલાકની મુસાફરી હતી. સવાર પડી અને અચાનક જ ટ્રેનમાં બેઠેલાં લોકોમાંથી મોટાભાગના બારી બહાર ડોકિયા કરવાં લાગ્યાં અને કેટલાક તો દરવાજા તરફ દોડીને દરવાજો ખોલીને ઊભા રહી ગયાં. પહેલાં તો કંઈ સમજાયું નહીં એટલે મોટા લોકોની પાછળ હું પણ દોડી. જોયું તો ટ્રેન જાણે સ્વર્ગ વચ્ચેથી પસાર થતી હોય તેમ લાગ્યું. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી... વોટર ફોલ, પહાડોની વચ્ચે ક્યારેક ખીણમાંથી તો ક્યારેક ઊંચા બ્રિજ પરથી પસાર થતી અમારી ટ્રેન. નાળિયેર, સોપારીનાં ઊંચા ઊંચા વૃક્ષો જાણે આભને ઢાંકીને ઊભા હોય અને વચ્ચેની ટનલમાંથી આપણે પસાર થતાં હોઈએ એવું દૃશ્ય. એ સમયે પ્રવાસમાં જવાનો આજના યુગ જેવો કોઈ ટ્રેન્ડ નહતો એટલે પોતાના વતન સિવાય કોઈ દુનિયા જોઈ નહતી એટલે આ પ્રવાસે દિલ અને દિમાગ પર કાયમ માટે કબજો જમાવી દીધો. ત્યારે જોયેલું ટ્રેલર આજે વર્ષો પછી ફિલ્મની જેમ માણવા મળ્યું.   ત્યારબાદ જેટલીવાર ગોવા જવાનું થયું ત્યારે ફલાઇટમાં જવાનું જ બન્યું એટલે ક...