Posts

Showing posts with the label animal help

કરુણા ફાઉન્ડેશનની કરુણામય કામગીરી

Image
✍️ અમી દોશી   રાજકોટ તા.10ફેબ્રુઆરી 2023 કોઈ માણસનો રોડ ઉપર કે કોઈપણ જગ્યાએ અકસ્માત થાય અને આપણે 108 પર ફોન કરીએ એટલે તરત જ એમ્બ્યુલન્સ આવી જાય અને ઘાયલને સારવાર પણ મળી જાય.આવી કલ્પના કોઈ પશુ,પક્ષી માટે આપણે કરી શકીએ?? જવાબ છે હા કરી શકીએ.અમે સ્વાનુભવ કર્યો જે આજે એક સુખદ અનુભવમાં પરિણમ્યો. એક જીવને પીડામાંથી મુક્તિ અપાવવામાં નિમિત્ત બન્યાનો અનેરો આનંદ પણ થયો. એનિમલ હેલ્પલાઇન વિશે આપણે સહુ જાણીએ છીએ. વારે તહેવારે અને ખાસ કરીને ઉતરાયણ ઉપર યાદ આવે.આવી જ એક એનિમલ હેલ્પ લાઇન રાજકોટમાં કાર્યરત છે કરુણા ફાઉન્ડેશન. કોઈપણ સંસ્થા વિશે સાંભળવું અને તેનો જાત અનુભવ કરવો એ સાવ અલગ વાત છે. હું અને મારી મિત્ર નેહા શાહ આજે સવારે ચાલવા માટે નીકળ્યા ત્યારે તેનું ધ્યાન સાધુ વાસવાણી રોડની વચ્ચે આકાશમાં લગભગ પાંચ માળ જેટલી ઊંચાઈ પર આવેલાં વીજળીના તારમાં ફસાયેલાં પતંગના દોરામાં અટવાઈ અને તરફડતા પંખી તરફ ગયું.વિચાર આવ્યો કે શું કરવું. થોડાં દિવસ પહેલાં જ કરુણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી એવાં એડવોકેટ શ્રી કમલેશભાઈ શાહ અને પ્રતિકભાઈ સંઘાણી સાથે શ્રી મનોજભાઇ ડેલીવાળાએ કરાવેલી મુલાકાત યાદ આવી. તાત્કાલિક...