Posts

Showing posts with the label find happiness

સુખનાં શોર્ટકટ્સ

Image
@અમી  દોશી હજારો વર્ષથી માનવ સુખની શોધમાં ભટકતો આવ્યો છે અને વર્તમાનમાં પણ સુખની જ શોધમાં અવિરતપણે રત છે. આ જગતમાં એવી કોઈ વ્યક્તિ જોવાં ન મળે જે સુખી થવા ન ઈચ્છતી હોય. કદાચ એમ કહેવું અયોગ્ય નહિ કહેવાય કે સંસારના ચક્રનું કેન્દ્રબિંદુ જ સુખ છે.  માણસની સુખ પાછળની ઘેલછા એટલી જબજસ્ત છે કે જગતમાં લડાયેલાં ભયાનક યુદ્ધો અને નરસંહાર પણ સુખ માટેની લાલસા જ હતી કારણ કે બીજાને હરાવીને અથવા નાશ કરીને પોતે નિશ્ચિંત બની સુખ ભોગવી શકે. વિશ્વમાં આજ સુધી જે વિનાશક શાસ્ત્રોની શોધ થઈ છે તે પણ પોતે સુખથી જીવી શકે એટલા માટે જ. જે સુખને આખું વિશ્વ સદીઓથી શોધી રહ્યું છે એ વાસ્તવમાં શું છે ? સુખના માપદંડો શું ? સુખની વ્યાખ્યા શું ?  કદાચ વિશ્વના અલગ અલગ સાહિત્યમાં નજર કરીએ તો આના હજારો અલગ અલગ માપદંડ અને વ્યાખ્યા મળી જશે પણ સર્વગ્રાહી અને સર્વવ્યાપી વ્યાખ્યા કે માપદંડ મળવો મુશ્કેલ છે.      ભૌતિક સાધનો, પદ,પૈસા, પ્રતિષ્ઠાથી જ સુખ મળી જતું હોત તો આ વિશ્વમાં કોઈ ગરીબ અને મજૂરી કરતી વ્યક્તિ સુખી જ ન હોત પરંતુ એવું નથી એટલે જ ક્યારેક અઢળક સંપતિમાં આળોટતા અમીરો ક...