Posts

Showing posts with the label #arunachal pradesh #india #tourism # nature

અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ

Image
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ... ભારતનો એક એવો પ્રદેશ જેની હિમગિરિ કંદરાઓ પર  અરુણ દેવ સૌથી પહેલાં કૃપાયમાન થઈ અને પોતાનાં કિરણોને પ્રસારે છે. લગભગ છ વર્ષથી ઉત્તર પૂર્વના સેવન સિસ્ટર્સ રાજ્યો (આસામ,અરુણાચલ,મેઘાલય,મણિપુર,મિઝોરમ,નાગાલેન્ડ, ત્રિપુરા) પૈકીના રાજ્યોનો પ્રવાસ કરવાનું નક્કી હતું. પરંતુ જ્યારે નિશ્ચિત થાય ત્યારે જ અમુક કર્યો થઈ શકે તેમ લીધેલી ટિકિટ પણ રદ કરાવવી પડી હતી. કોરોના વગેરે બાદ છેક આ વર્ષે (માર્ચ 2023) આ પ્રવાસનો મોકો મળ્યો પણ, "દેર આયે દુરસ્ત આયે" ની જેમ જીવનભર યાદગાર રહી જાય તેવો વધુ એક સુંદર પ્રવાસ મારી પ્રવાસ ડાયરીમાં આલેખિત થઈ ગયો. અરુણાચલ પ્રદેશ એ ઉતર પૂર્વના સાત રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય જે ભૂતાન, તિબેટ, ચીન અને મ્યાનમાર જેવાં દેશોની આંતર રાષ્ટ્રીય સરહદોથી જોડાયેલ છે.  હિમાલયની ગિરીકંદરાઓ જેનું રક્ષણ કરતી હોય એવાં આ અલગારી પ્રદેશનો પ્રવાસ મનને કંઇક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરાવી ગયો. અમે અરુણાચલ પ્રદેશના વેસ્ટ કામેંગ અને તવાંગ જિલ્લાઓનાં વિવિધ સ્થળોનો પ્રવાસ કરવાનું નક્કી કરેલું હોવાથી આયોજન કરી અને નીકળી પડ...