Posts

Showing posts with the label #નારી #woman empowerment # નારી શક્તિ

શકિતનું પ્રતીક સ્ત્રી "નારી તું નારાયણી" વૈજ્ઞાનિક અભિગમ

Image
શક્તિનું પ્રતીક સ્ત્રી  “નારી તું નારાયણી”  વૈજ્ઞાનિક અભિગમ   અમી દોશી@ નારી તું નારાયણી, નારી રત્નની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સુજાણ. ઉપર ની પંક્તિઓ વાંચીએ તો આપણાં મનમાં પહેલો પ્રશ્ન આવે કે નારીથી નર નીપજે ? માતા તરીકે વિચારવામાં આવે તો માતા એ પુત્ર/પુત્રીની જન્મદાતા છે. કારણ કે નર અને નારી એક બીજાના પૂરક છે અને કુદરતે પ્રજોત્પતિ માટે બંનેનું નિર્માણ કર્યું છે અને બંનેના સહભાગીપણાંથી પ્રજોત્પતિ શક્ય બને છે. પરંતુ અહી થોડું વૈજ્ઞાનિક દષ્ટિ એ વિચારીયે તો મેડિકલ સાયન્સ મુજબ ગર્ભમાં સૌ પ્રથમ સ્ત્રીની બ્લ્યુ પ્રિન્ટ જ તૈયાર થાય છે અર્થાત્ ગર્ભાવસ્થાની શરૂઆતના સમયમાં દરેક બાળક માત્ર સ્ત્રી જ હોય છે  જો સ્ત્રીના એગ્સનું પુરુષના વાય સ્પર્મના કારણે ફર્ટીલાઈઝેશન થયું હોય તો આશરે પંચ્યાશી દિવસ બાદ એસ.આર.વાય. એટલે કે સેક્સ ડીટરમીનેશન રિજિયન વાયના કારણે ગર્ભમાં રહેલા બાળકમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધવાના કારણે ગર્ભમાં રહેલ સ્ત્રી બાળકનું પુરુષ બાળકમાં રૂપાંતર થાય પરંતુ ગર્ભાવસ્થા ની શરૂઆતમાં સ્ત્રીની બ્લ્યુ પ્રિન્ટના અવશેષ રૂપે પુરુષમાં સ્તન ચિહ્ન રહી જાય છ...