બાળકને ભણતરનો ભાર નહિ આધાર આપો
બાળકને ભણતરનો ભાર નહિ આધાર આપો અમી દોશી@ સ્વયં નાનપણથી જ એકદમ આશાસ્પદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. દરેક વર્ગમાં અવ્વલ આવતાં સ્વયં ઉપર માત્ર તેના માં - બાપ જ નહિ પણ શાળાના તમામ શિક્ષકોની નજર હતી. સ્વયંનું સ્વપ્ન આઇ.ટી. ઇજનેર બનવાનું હતું. તેના માં બાપની ઈચ્છા હતી કે તે મેડિકલ જાય અને ન્યુરોસર્જન બને. આખરે માતા- પિતાની જીદ સામે સ્વયંને ઝૂકવું પડ્યું અને તેણે અગિયારમા ધોરણમાં બી ગ્રુપ લીધું. જો કે તેનું મન બી ગ્રુપમાં ન્હોતું લાગતું. તેને હવે ભણતર ભારરૂપ લાગવા માંડ્યું હતું. વાર્ષિક પરીક્ષા જેમ તેમ આપી અને નીટની (મેડિકલ પ્રવેશ પરીક્ષા)પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. પરીક્ષાનાં ત્રણ ચાર દિવસ અગાઉ જ અચાનક એક સવારે સ્વયં તેના નિયત સમયે જાગ્યો નહીં. માં ને એમ કે રાત્રે ખૂબ મોડે સુધી પરીક્ષાની તૈયારી કરતો હશે એટલે ઊંઘ નહિ ઉડી હોય પણ જ્યારે વધુ પડતો સમય પસાર થયો ત્યારે માં બાપને ચિંતા થઈ અને દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યાં પણ જ્યારે દરવાજો તોડ્યો ત્યારે દરવાજે જ ફસડાઈ પડ્યાં. એમનાં લડલાનો નિશ્ચેતન દેહ લટકતો હતો. માં બાપ તો ...