Posts

Showing posts from September, 2026

અતૃપ્તિ:નવીનતાની તલપથી સાતત્યની ઊંડાઈ સુધી

Image
અતૃપ્તિ: નવીનતાની તલપથી સાતત્યની ઊંડાઈ સુધી રવિવારની સવારે દસેક વાગ્યે મૃણાલ પોતાનું દૈનિક કાર્ય પતાવી મનમાં ઊગેલાં નવા વિચારને અમલમાં મૂકવા સ્ટડી રૂમમાં પ્રવેશી ખુરસી પર બેઠી. 47 વર્ષની મૃણાલના કાળા ભમ્મર વાળના સામ્રાજ્યમાં સફેદ વાળે ઘૂસણખોરી કરી પોતાના પાયા મજબૂત કરીને સામ્રાજ્યમાં નવી જ ભાત ઉભી કરી હતી. મૃણાલની બુદ્ધિમત્તા કોઈ ધારદાર શસ્ત્ર જેવી હતી, જે કોઈ પણ નવા વિષયને આંખના પલકારામાં ચીરીને અંદર પ્રવેશી શકતી. પણ એ જ શસ્ત્ર હવે ધીમે ધીમે એના પોતાના અસ્તિત્વને છોલી રહ્યું હતું.  મૃણાલની સમસ્યા નિષ્ફળતા નહોતી; એની સમસ્યા એ હતી કે, એ કોઈ પણ વસ્તુમાં નિષ્ફળ જવા જેટલું રોકાતી જ નહોતી. એનું મન એક એવું પંખી હતું, જેને કોઈ એક ડાળ પર બેસવાનું ફાવતું જ નહોતું. મૃણાલના સુંદર સ્ટડીરૂમમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. જાણે અધૂરી ઈચ્છાઓનું કબ્રસ્તાન. ટેબલના એક છેડે અડધી લખાયેલી નવલકથાનાં પાનાં હવામાં ફરફરતાં હતાં, બીજા ખૂણે હાર્મોનિયમ કોઈ પોતાના પેટમાં હવા ભરે તેની રાહ જોતું પડ્યું હતું. બિઝનેસ પ્લાન, બારી પાસે મૂકેલા ઇઝલ પર એક અડધું ચિતરાયેલું કેનવાસ જાણે એની સામે ...