Posts

મિસિસ ચેટર્જી vs નોર્વે

Image
ફિલ્મીસ્તાન મિસિસ ચેટર્જી vs નોર્વે  @  અમી દોશી પોતાના બાળકો માટે નોર્વે સરકાર સામે લડનાર સત્ય ઘટના પર આધારિત માતૃપ્રેમની કથા એટલે મિસિસ ચેટર્જી vs નોર્વે  દેબિકા (બંગાળી) ચેટર્જી અનિરુધ્ધ ચેટર્જી સાથે લગ્ન કરી ભારતથી નોર્વે આવે છે.  નોર્વેમાં પુત્ર શુભ અને ત્યારબાદ પુત્રી સૂચિના જન્મ બાદ પોતાનાં બાળકો, પતિ અને ઘરસંસાર માં ખૂબ ખુશ અને મશગુલ બંગાળી ગૃહિણી દેબિકાનાં જીવનમાં ઝંઝાવાત સર્જાય છે જ્યારે, " માં તેના બાળકોનાં ઉછેર યોગ્ય રીતે નથી કરતી" તેમ કહી અને નોર્વે સરકાર બાળ સુરક્ષા કાયદાનાં ઓઠા હેઠળ બન્ને બાળકોને તેની માં પાસેથી રીતસર અપહૃત કરી અને સરકારની કસ્ટડીમાં લઈ જાય છે.  અહીંથી શરૂ થાય છે પોતાનાં બાળકો માટે ટળવળતી, કોઈપણ પ્રકારનું જોખમ ખેડતાં ન અચકાતી અને દુનિયા સાથે છેક સુધી લડી લેતી માંની સંઘર્ષ કથા. રાની મુખર્જી, અનીરબન ભટ્ટાચાર્ય અભિનીત અશિમા છીબ્બર દિગ્દર્શિત સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં રાની મુખર્જીએ ફરીથી એકવાર સાબિત કરી દીધું છે કે આખી ફિલ્મને પોતાના ખભે આબાદ ઉપાડી શકે છે. એક સામાન્ય ગૃહિણી જ્યારે પોતાનાં બાળકોની વાત આવ...

અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -4) જંગ વોટર ફોલ, તવાંગ, બુમલા પાસ, સાંગેત્સર લેક,

Image
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -4) જંગ વોટર ફોલ, તવાંગ, બુમલા પાસ,  સંગેટસર લેક રોમાંચિતસફર  જશવંત ગઢ વોર મેમોરિયલ જોઈ અને જંગ વોટર ફોલ (નુરાનાંગ ફોલ) પહોંચ્યા. જંગ ફોલ નુરાનાંગ નદી સેલા પાસમાંથી નીકળી અને તવાંગ નદીને મળે છે. નુરાનાંગ નામ માટે એવી વાયકા પણ છે કે , 1962માં થયેલ ભારત ચીન યુધ્ધ દરમિયાન જશવંત સિંગ અને તેના સાથીદારોને નુરા નામની એક અતિ બહાદુર યુવતીએ ખૂબ મદદ કરેલી જેના નામ પરથી આ નદી અને વોટર ફોલનું નામ પડેલ છે જો કે તેમાં મત મતાંતર પણ છે. નુરાએ યુધ્ધમાં મદદ કરેલ તે વાતનું સમર્થન લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મળે છે. આ વોટર ફોલ જંગ નામનાં ગામની નજીક આવેલો હોવાથી તેને જંગ વોટર ફોલ પણ કહે છે. લગભગ સો મીટરની ઊંચાઈ પરથી પાણી પડે છે પણ તેની સુંદરતામાં આસપાસની કુદરત અનેક ગણો ઉમેરો કરે છે. અહીં કોયલા ફિલ્મનાં એક ગીતનું નિર્માણ થયાં બાદ આ ધોધ વધુ વિખ્યાત થયો છે.  નુરાનાંગ નદી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ખુશનુમાં હતું.  ધોધમાંથી દૂર સુધી ઊડતાં પાણીની છાલક શરીર અને મનને રોમાંચિત કરતી હતી. ઉપરથી પડતો ધોધ, તેમાંથી વહેતી નદી, ચાર...

અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ(ભાગ -3)ભારતીય સેનાને સલામ

Image
અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -3) સેલા ટોપ, જશવંત ગઢ,  વોર મેમોરિયલ, ભારતીય સેનાને સલામ દિરાંગથી નીકળી તવાંગ પહોંચતાં પહેલાં રસ્તામાં ન્યુકમાદોંગ વોર મેમોરિયલ, સેલા ટોપ, જશવંતગઢ વોર મેમોરિયલ અને જંગ વોટર ફોલ આવે છે. ન્યુકમા દોંગ વોર મેમોરિયલ ન્યુકમાદોંગ વોર મેમોરિયલ 1962નાં ભારત - ચીન યુદ્ધ સમયે વીરગતિ પામેલાં ભારત માતાનાં સપૂતોની યાદમાં બનાવેલ છે. અહીંના દરેક વોર મેમોરિયલ બૌદ્ધ સ્તૂપ સ્વરૂપે બનાવેલાં જોવાં મળે છે. સુંદર સ્તૂપ આસપાસ અમર શહીદો વિશેની માહિતી સાથે બનાવેલ આ સ્મારક જોઈએ ત્યારે હૃદય ગમગીન બની જાય છે. 1962ની લડાઈ વખતે ચીન દ્વારા આસામનાં તેજપુર સુધી (નકશામાં જુઓ)  ઘૂસણખોરી થઈ હતી. અનેક જગ્યાએથી ચીની સૈનિકોએ હુમલાઓ કર્યાં હોવાને કારણે અલગ અલગ બટલિયનના અનેક જવાન અને અધિકારીઓએ શહીદી વ્હોરી લીધી હતી. હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓ જેમજેમ ઉપર જતાં હતાં તેમ તેમ હિમાચ્છાદિત હિમાલયની ગિરિમાળાઓ દ્રશ્યમાન થતી હતી. એક અલગ પ્રકારનો રોમાંચ વધતો જતો હતો. તવાંગ ગેટ પાસે પહોંચ્યાં ત્યારે વિસ્ફારિત નયને સેલાટોપને જોઈ રહ્યાં ...

અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ- 2)

Image
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -2) દિરાંગ, મંડલા ટોપ, સાંગતી વેલી, લુબ્રાંગ  બોમડીલા મોનેસ્ટરી  સવારે  નાસ્તો કરી હોમસ્ટેથી વિદાય લઈ બોમડીલા મોનેસ્ટરી જોવાં ગયાં. આ સમગ્ર વિસ્તારમાં બૌદ્ધધર્મનું પ્રભુત્વ હોવાથી ગામેગામ ખૂબ સુંદર મોનેસ્ટરી જોવાં મળે. ઘણાં બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી અને ભણતાં હોય છે. તિબેટ અને ચીનની સરહદને કારણે અહીં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર થયેલો છે. જેની અસર સ્વરૂપે લોકોનાં વર્તનમાં એક ચોક્કસ પ્રકારનું શિસ્ત અને શાંતિ જોવાં મળે છે.     બોમડીલા મોનેસ્ટરી હોસ્ટેલ બોમડીલામાં મોનેસ્ટરી અને માર્કેટ સિવાય અન્ય કોઈ ખાસ જોવા લાયક સ્થળ નથી ત્યાંથી દિરાંગ જવાં રવાના થયાં. બોમડીલા લગભગ આઠ હજાર ફૂટ ઊંચાઈ પર હોવાને કારણે આખું વાતાવરણ બદલાઈ જાય. રસ્તા પર જાણે વાદળોનો વહીવટ જ ચાલે. એ હોય ત્યાં સુધી ખસી ન શકાય. અદ્ભુત દશ્યો આંખોમાં કેદ કરવા માટે દર થોડી મિનિટે ગાડી થોભાવવા મજબૂર કરી દે તેવું આહ્લાદક વાતાવરણ.     બોમડિલા દિરાંગ રોડ બોમડિલા થી દિરાંગ ટાઉન પહોંચતા પહેલાં દિરાંગ ગામથી 30 કિમી અને લગ...