ઓછી જરૂરિયાતો સાથે જીવવાની કળા:મીનીમાલીઝમ

અમી દોશી

તા.14 ફેબ્રુઆરી 2023
"જન્મી ને મરી જવું બસ એટલી જ વાત છે,
એમાં તો માનવીને કેટલી પંચાત છે."

મનુષ્ય પૃથ્વી પર આદિમાનવ સ્વરૂપે અવતરીત થયો ત્યારથી આજ સુધી સતત પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને નવી નવી શોધ કરતો રહ્યો છે. જેને કારણે જીવન સરળ બનતું ગયું છે. આવી જ અગત્યની શોધ એટલે અગ્નિ અને ચક્ર. આ શોધ બાદ મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ જ રીતે 20મી સદીની મહત્વની શોધ એટલે કમ્પ્યુટર, જેના દ્વારા મનુષ્યે એક નવી જ ઊંચાઈ સર કરી અને ઇન્ટરનેટે તો એ ઊંચાઈને એવરેસ્ટ જેટલું કદ આપી દીધું.
નવી શોધ એટલે નવી વસ્તુઓ ,નવો વપરાશ પ્રાપ્ત કરવાની ઝંખના. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલા માટે જ જરૂરિયાતો ધીરે ધીરે સંગ્રહખોરીમાં પરિવર્તિત થવા લાગી. જેને અગત્યની જરૂરિયાત,રોકાણ જેવા સુંદર નામ આપી અને માણસ જીવવા લાગ્યો. આ
જરૂરિયાતો ધીરે ધીરે આદત,નશા અને વળગણમાં પરિવર્તિત થવા લાગી. વળગણ અને નશો એવી બાબત છે કે જે હંમેશા અનિવાર્ય જ લાગે પરંતુ અંતે તો છ ફૂટના જગ્યા સિવાય કંઈ જ કામનું નથી રહેવાનું.આ બધું સમજવા છતાં જીવનભર સમગ્ર વિશ્વના લોકો આ પ્રક્રિયા કરી રહ્યા છે.

જરૂરિયાત એટલે શું? જેના વિના જીવન ન ચાલે તે , જે જીવનને વધુ સહેલું બનાવે તે કે પછી જે માનવીના મનની લાલચને સંતોષે તે?જરૂરિયાતોનું વિશ્વ ધીરે ધીરે આકાશને આંબવા લાગ્યું છે.

વીસમી સદીના વિશ્વવિખ્યાત સાયકોલોજીસ્ટ અબ્રાહમ માશલો માનવીના મન- જીવનને સમજી ગયાં અને આ બધી માયાજાળને એક થીયરી સ્વરૂપે રજૂ કરી જેને ' માસ્લોસ થીયરી ઓફ નીડ્સ 'કહેવામાં આવે છે.
આ સાયકોલોજિસ્ટના મત અનુસાર મનુષ્યના જીવનમાં પાંચ પ્રકારની જરૂરિયાત મુખ્ય છે આ જરૂરિયાતો એક પછી એક સંતોષાય તેના માટે માનવ જીવનપર્યંત પ્રયત્નશીલ રહે છે.

 1)જીવવા માટેની પાયાની જરૂરિયાત
શુધ્ધ હવા,પાણી,ખોરાક,ઊંઘ,સેકસ મતલબ રોટી,કપડાં,મકાન(તે ફૂટપાથ કે બસ સ્ટેન્ડ પણ હોઇ શકે)

2)સલામતી: 
મકાન બનાવવું,લગ્ન કરવાં,કુટુંબ સાથે જીવવું,બચત કરવી,રોજગાર મેળવવો,સારું સ્વાસ્થ્ય મળે તે માટેનાં પ્રયત્નો મનુષ્ય કરે છે.કુટુંબ બનાવે છે.ભવિષ્યની સલામતી માટે રોકાણ કરે છે.બેંક બેલેન્સ વધારવાની કોશિશ કરે છે.
3)સામાજિક જરૂરિયાત:
મનુષ્ય સામાજિક પ્રાણી છે તેને 
એકલું રહેવું ગમતું નથી એટલે પાડોશી,મિત્રો,ક્લબ,સોસાયટી
કલ્ચરલ પ્રોગ્રામ,ભોજન,સમૂહમાં થતાં તમામ કાર્યક્રમો વગેરેમાં ધીમે ધીમે સામેલ થઈ અને લોક સંપર્ક વધારવાની કોશિશ કરે છે.જેમાં કોઈ ડોકટર તરીકે,સરકારી અધિકારી તરીકે કે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે કે પછી અન્ય કોઈ સ્વરૂપે નામનાં મેળવે છે.વધુને વધુ લોકો તેને ઓળખે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે.

4)પ્રેમની ,આદર અને સન્માનનીજરૂરિયાત:
વ્યક્તિ તેના જીવનસાથી,કુટુંબ,મિત્રો, આપ્તજનો પાસેથી સતત પ્રેમ,આદર અને હૂંફ મળતાં રહે તેવાં પ્રયત્નો કરતો રહે છે અને જ્યારે તે નથી મળતાં ત્યારે તેના જીવન પર ખૂબ ઉંડી નકારાત્મક અસર પણ પડતી હોય છે.પ્રેમ,હૂંફ,આદર, કાળજીની ગેરહાજરી ઘણીવાર બધું હોવાં છતાં માણસની જીજીવિષાને ખતમ કરી નાખે છે.
ઘણાં વડીલો માત્ર બાળકોનો આદર ,પ્રેમ અને હૂંફ ન મળવાને કારણે અકાળે મૃત્યુ પામતાં હોય છે.
રોટી, કપડાં,બંગલો,બેંક બેલેન્સ,ગાડી,કુટુંબ,દોસ્તી ,પ્રેમ બાદ માણસને મોહ જાગે છે સામાજિક માનસન્માનનો.
તે કોઈને કોઈ રીતે એક સામાજિક સ્ટેટ્સ મેળવવાની અને તેની સાથે જીવવાની સતત કોશિશ કરે છે.મોટી રકમનું દાન આપી (જેને કીર્તિ દાન કહી શકાય),સમૂહ લગ્નો કરાવી,સામાજિક કાર્યો કરી,સમયાંતરે જરૂરિયાતમંદોને મદદ કરી,પાંજરાપોળ વગેરે જેવી સંસ્થાઓને દાન આપી અને માણસ સમાજમાં નામનાં મેળવવાનો પ્રયત્ન કરે છે.ખરેખર વ્યક્તિ એવું માને છે કે,તે અન્ય માટે કંઈક કરી રહ્યો છે પણ હકીકત એ છે કે,તે પોતાની સામાજિક ઓળખ મેળવવાની જરૂરિયાત/ભૂખને પોષવાની કોશિશ કરતો હોય છે જેની તેને પોતાને પણ ખબર હોતી નથી.લોકો - સમાજ પાસેથી માન સન્માન મેળવવાની અપેક્ષા,પોતાની જાતને અન્ય લોકોથી સુપીરીયર બતાવવાની કોશિશ એટલે અહમને પોષવાની જરૂરિયાત.
મોંઘા ફોન, લકઝુરિયસ કાર, બ્રાન્ડેડ વસ્તુઓ,દાગીના વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની નામના મેળવવાની છુપી જરૂરિયાતને અજાણપણે પોષતો હોય છે.
એવોર્ડ મેળવવો એ પણ આ પ્રવૃત્તિ નો પ્રકાર છે.
મનુષ્યની આ બધી જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ તેને આ બધી બાબતો અપીલિંગ નથી લાગતી.તેને હજુ પણ કંઇક જોઈએ છે.

5) આત્મસિધ્ધિ:
બધું મળી ગયાં બાદ વ્યક્તિ ને આત્મસિધ્ધિની ઝંખના જાગે છે.
જૂના વણસંતોષાયેલ શોખને જાગૃત કરી ફરી પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.જેમાં સંગીત,નૃત્ય, ચિત્રકળા જેવાં શોખનો સમાવેશ થાય છે.કોઈ પુસ્તક લખે છે.કોઈ સમાજ સેવા કરે છે, કોઈ પોતાની જાતને જાણવાં માટે વિપશ્યાના સાધના કરવા જાય,કોઈ સારું પુસ્તક લખે, કોઈ વૃધ્ધાશ્રમ ચલાવે,સદાવ્રત ચલાવે વગેરે.
પોતાની જાતને ઉચ્ચમાં ઉચ્ચ સ્થતિમાં લઈ જવાની કોશિશ કરે છે.
આ સ્થિતિમાં પહોંચનાર ઘણી વ્યક્તિઓને ધીરે ધીરે એવો અનુભવ પણ થતો હોય છે કે બધું વ્યર્થ છે અને અહેસાસ થાય છે કે ,આ બધું ભેગું કરવાનો,મેળવવાનો,પ્રસિદ્ધિનો કોઈ અર્થ નથી.
કોઈએ સાચું જ કહ્યું છે કે,

'દોડતાં તા ત્યારે લાગતું તું એવું કે, આપણાં જેવો કોઈ સમર્થ નથી,
 નવરા પડ્યાને જોયું ત્યારે,ખ્યાલ આવ્યો કે જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી...'

 ત્યારે જ સાચી આત્મસિધ્ધિની દશા પ્રાપ્ત થાય છે. અહીંથી શરૂ થાય છે 'મીનીમાલીઝમ- ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે જીવવાની કળા'

જો કે આ બધું જાણવા સમજવા છતાં બહુ જૂજ લોકો હશે જે પ્રાપ્ત કરેલાંને ,વધારાનું સમજી અને ઓછામાં ઓછી જરૂરિયાતમાં જીવી નીજાનંદને પામતાં હોય.છતાં આ વિશ્વમાં એવાં વીરલાઓ પણ મોજૂદ છે જ.
મીનીમાલિઝમ
પશ્ચિમનો એક વાદ છે.
"ઓછામાં ઓછાં તત્વોનો ઉપયોગ કરી વધુમાં વધુ અસરકારક ડિઝાઇન,ચિત્ર,લાઇફસ્ટાઇલ બની શકે તેને મીનીમાલિઝમ કહે છે."

જીવનનું પણ આખરે તો એવું જ છે ને!!

કપડાં કે અન્ય જરૂરિયાતથી વધુ અથવા નકામી વસ્તુઓથી ભરેલાં કબાટ હોય ,મેમરીથી ભરેલું કોમ્પ્યુટર કે ફોન હોય,પરાણે વેંઢારતા હોઇએ તેવાં સબંધો હોય કે, જીવન મનને કડવાશથી ભરી દેતી હોય તેવી યાદો ,જીવનમાંથી વિદાય તો આપવી જ પડે છે.
વસ્તુઓનું ડીકલ્ટરીંગ થાય તેમ સબંધોનું કે યાદોનું પણ થવું જ જોઈએ ને!

જૈન દર્શનમાં આ બાબતને સમજાવવા માટે પંચમહાવ્રતો પૈકીનો છેલ્લો મહાવ્રત છે 'અપરિગ્રહ '.મહાપુરુષો કહે છે કે ઉપધિ (વસ્તુઓ - ઉપકરણો સામગ્રી) ઓછી તેટલી ઉપાધિ ઓછી.

મીનીમાલીઝમનો સ્થૂળ અર્થ થાય છે, જીવનની જરૂરિયાતો એકદમ ઓછી કરીને પણ સુંદર રીતે જીવવું
 પરંતુ સૂક્ષ્મ અર્થ જોઈએ તો,જેમાં અસંતોષ છે તેવાં સબંધો ,જેનો ભાર લાગે છે તેવું સ્ટેટ્સ,જેનાથી તકલીફ થાય છે તેવી પરિસ્થિતિને અને જેની જરૂર નથી તેવી વસ્તુઓ અને વ્યક્તિઓને જીવનમાંથી વિદાય આપવી અને જીવનના સાચા આનંદ અને કિંમતને સમજવાનો છે.

માહિતીનો વિસ્ફોટ,ગ્રાહક તરીકેની સુવિધા અને વિશાળ પ્રમાણમાં મળતાં વિકલ્પોને કારણે એકત્ર કરેલી બિનજરૂરી વસ્તુઓ અને દુનિયાના ખૂણે ખૂણેથી મળતાં વર્ચ્યુઅલ સબંધો જેમાં લાગણીની,સ્પર્શની કોઈ ભીનાશ નથી જે એક ભ્રામક દુનિયા ઊભી કરે છે. જેને કારણે ક્યારે આ કળણમાં ખૂચતાં જઈએ છીએ તેનો ખ્યાલ પણ નથી રહેતો.
આપણી આસપાસની આ ભ્રામક દુનિયાની ગૂંગળામણમાંથી બહાર નીકળવું ખૂબ જરૂરી છે.
દરેક પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈ અને પોતાની જાત માટે જગ્યા કરવી અને મુકતમને જીવવું તે પણ મીનીમલિઝમ જ છે ને.

• ખોવાયેલા સમયને પાછો લાવવો
• આજમાં જીવવું
• જે શોખ છે તેને કેળવવો
• જીવનના મિશનને ઓળખવું અને તેના પર કામ કરવું
• સ્વતંત્રતાનો અનુભવ કરવો
• જાતની સંભાળ લેવી,સ્વસ્થ રહેવું.
• વ્યક્તિગત વિકાસ કરવો
• પોતાની ક્ષમતાથી પણ વધુ સમાજને આપવું.
• વધારાની વસ્તુઓથી જાતને બચાવવી.
• જીવન જીવવાનો હેતુ શોધવો.
વસ્તુઓમાં ખુશી નથી અને હોય છે તો માત્ર થોડી ક્ષણો પૂરતી હોય છે.
જેમ દર વર્ષે ઘરની સફાઈ, શો રૂમ,દુકાન કે ફેકટરીની સફાઈ થતી હોય તેમ મન અને સબંધોની સફાઈ કરી અને નવજીવનને સાધ્ય કરીએ.
અસ્તુ

Comments

Popular posts from this blog

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

અજંપો

માફી