કામને ટાળવાની વૃત્તિ: આળસ કે બીજું કંઈ?
કામને ટાળવાની વૃત્તિ :આળસ કે બીજું કંઈ उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है जो जागत है सो पावत है, जो सोवत है वो खोवत है... કાલ કરે સો આજ કર,આજ કરે સો અબ... Stich in a time ,save a nine... વગેરે જેવાં સમયનું મહત્વ દર્શાવતાં વાક્યો, કહેવતો આપણે નાનપણથી સાંભળતાં અને વાંચતાં આવ્યાં છીએ પરંતુ તેની સામે “હવે તો વજન ઘટાડવું જ પડશે, કસરત ,વોકિંગ શરૂ કરવાં પડશે અને ડાયેટ પ્લાન પણ આમલમાં મૂકવો પડશે પણ ક્ઝીનના લગ્ન પૂરાં થઈ જાય પછી શરૂ કરીશ.” “જો પાંચ વર્ષ પહેલાં મેં વિડિયો બનાવીને યુ ટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યું હોત તો આજે મારાં પણ લાખો ફોલોઅર્સ હોત”. આ અને આવાં પ્રકારના વાક્યો કામને પાછળ ઠેલવાના બહાનારૂપે અવાર નવાર આપણાં કાને પડતાં હોય છે એ પણ એટલું જ સત્ય છે. આપણે બધાં નાનાં જીવનમાં મોટા સ્વપ્નાઓ લઈને જીવતાં હોઈએ છીએ. જીવન પૂરું થઈ જાય છે પરંતુ કોઈને કોઈ કારણોસર આ સ્વપ્નાઓ અધૂરાં રહી જાય છે, ત્યારે છેવટે પારાવાર પસ્તાવાના કારણે આપણે આ સમયસર ન થયું તેનું દોષારોપણ સમય, સંજોગો, વિપરીત પરસ્થિતિ વગેરે ઉપર કરીયે છીએ. હકીકતે આપણા સ્વપ્નોને સાકાર કરવા અથવા અગત્યના કામને પાછળ...