Posts

પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા

Image
પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા આજના યુગના ઘણાં ટ્રેન્ડી બનેલા શબ્દો પૈકીનો એકદમ હોટ ફેવરિટ શબ્દ એટલે “ઓર્ગેનિક”. શાક ભાજી, અનાજ, કઠોળ,  દહીં, દૂધ તો સમજ્યા પણ હવે તો કપડાં અને બીજી રોજ બ રોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઓર્ગેનિક વાપરવાનો જાણે કે વંટોળ શરૂ થયો છે. જેમાં ઓર્ગેનિક શબ્દને વટાવી ખાનારો વર્ગ તેનાથી પણ બમણી ઝડપે ઊભો થતો જોવા મળે છે. ઓર્ગેનિકની બાબતમાં ઘણાં લે ભાગુઓ ‘’વહેતી ગંગામાં  હાથ ધોઈ રહ્યા છે.”કારણ કે આજે ઓર્ગેનિકનાં નામે બધું જ ફટાફટ વેચાય પણ છે. તેનું કારણ એ છે કે, ઓર્ગેનિક એ આજના મનુષ્યની મજબૂરી બની ગઈ છે એ તેના માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન બની ગયું છે.  આજે તાજા જન્મેલા બાળકથી માંડીને સો વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિને કોઈપણ સમયે, શરીરનાં કોઈપણ અવયવમાં,  કોઈપણ પ્રકારનાં રોગ, કોઈ દેખીતા કારણો સિવાય થવાં લાગ્યા છે. આજે  કેન્સર જેવાં જીવલેણ અને વંધ્યત્વ જેવાં સમાજને ખતમ કરનારાં રોગ ઉપરાંત હૃદયરોગ, લકવો, કિડની, લિવર, બીપી, ડાયાબિટીસ, સાંધા અને સ્નાયુનાં રોગ ઉપરાંત અનેક પ્રકારનાં માનસિક તેમજ મનોદૈહિક રોગોનો સમાવેશ થાય છે, જેનો ભોગ બનતાં લોકોન...

જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ...

Image
જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ... પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ સમયના કોઇ પણ થરે હું મળીશ જ હતો હું સુદર્શન સરોવર છલોછલ હવે કુંડ દામોદરે હું મળીશ જ કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ જ શિખર પર ચટકતી હશે ચાખડી ને ધરીને કમંડળ કરે હું મળીશ જ મને ગોતવામાં જ ખોવાયો છું આ પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ -રાજેન્દ્ર શુક્લ ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સમયાતીત ગઝલ એટલે ‘ હું મળીશ જ’ (અહીં આખી ગઝલમાંથી કેટલાંક અંશ મૂક્યાં છે) જેમાં કવિ પોતે ગિરનાર બની અને ગિરનારની હાજરીને સમયનાં દરેક કાળખંડ સાથે જોડી હૃદયનાં ઊંડાણમાંથી  ઠલવાતી અડીખમ લાગણીઓ સાથે ભાવકનાં હૃદય સુધીની સફર કરે છે. જૂનાગઢ સાથેનો મારો (લેખિકાનો) નાતો ભૌતિક રીતે બાળપણથી અત્યાર સુધીનો સતત કોઈને કોઈ સ્વરૂપે રહ્યો છે પણ આંતરિક જોડાણ કંઇક અનોખું હોય તેવું ઉંમરના દરેક પડાવમાં જુદીજુદી રીતે લાગ્યું જ છે. ગિરનારનો ઈતિહાસ તેનું કારણ હોઈ શકે, લાખો વર્ષ જૂની ભૂમિનાં પ્રતાપે થતું કુદરતી આકર્ષણ હોઇ શકે. ખબર નથી શા માટે ...

આદિ કૈલાશ દર્શન : અસ્તિત્વની અનુભૂતિ

Image
આદિ કૈલાશ દર્શન : અસ્તિત્વની અનુભૂતિ આદિ કૈલાશ - હર હર મહાદેવ આદિ કૈલાશ નામ સાંભળતાં જ પંચ કૈલાશ પૈકીનાં કૈલાશ માન સરોવર, શ્રીખંડ કૈલાશ, કિન્નૌર કૈલાશ, મણી મહેશ  યાદ આવી જાય. ચાર ધામ, પંચ કેદાર, પંચ કૈલાશ, અમરનાથ વગેરે ભારતીય સંસ્કૃતિનાં તીર્થ સ્થાનો છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આમાંથી કોઈને કોઈ યાત્રા કરી જીવનનું સાફલ્ય સમજે છે અને પોતાની જાતનું કંઇક કલ્યાણ કર્યાનો/ થયાંનો સંતોષ પણ  અનુભવે છે. આ દરેક યાત્રા સ્થળમાં એક બાબત કોમન છે અને તે છે હિમાલય. હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક તેમજ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ સાથે અતિ ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક મહત્વ ધરાવતો આદિ કૈલાશ કે જે  શિવ કૈલાશ, છોટા કૈલાશ અને બાબા કૈલાશ તરીકે પણ ઓળખાય છે. જેનું નામ દરેકે સાંભળ્યું હશે પણ જવાનો અવસર ઘણાં ઓછાં લોકોને સાંપડ્યો હશે.  જોલિંગકોગ કેમ્પ હિમાલયનું અદમ્ય આકર્ષણ આ વર્ષે ફરી એકવાર (આ વર્ષે અરુણાચલ પ્રદેશનો પ્રવાસ પણ કરેલો) મને આદિ કૈલાશ (19,504 ફીટ ઊંચાઈ) અને ઓમ પર્વતનાં દર્શન માટે ખેંચી ગયું.   આ પ્રવાસમાં હું અને મારી મિત્ર...

છેતરામણાં સબંધો: બ્રેડ ક્રમ્બિંગ

Image
છેતરામણાં સબંધો: બ્રેડ ક્રમ્બિંગ સાઈબર વર્લ્ડનું આભાસી અને બિહામણું પ્રતિબિંબ કોઈ એક દિવસ આપણાં ફેસબુક પેજ, ઇન્સ્ટા, વોટ્સેપ કે ટેકસ્ટ મેસેજમાં આપણાં ફોટો કે મેસેજ જોઈ અને કોઈ ટિપ્પણી આપવાની શરૂઆત કરે જે પહેલી દ્વષ્ટિએ રસપ્રદ લાગે, આપણે જવાબ આપીએ ધીમે ધીમે વાત આગળ વધે. એકબીજાનાં ફોન નંબરની આપ લે થાય. પ્રાથમિક વાતો આગળ વધે ત્યારે પ્રેમ લાગણી કે જીવનનો શૂન્યાવકાશ ભરનાર કોઈ વ્યક્તિ મળી ગયાનો અહેસાસ થાય. આવી વ્યક્તિ સાથે આપણે દિવસ રાત ચેટ કરીએ, પોતાની ઈચ્છા, લાગણી, ભાવો વ્યક્ત કરીએ અંતે એમ લાગે કે આપણી અપેક્ષા કે કલ્પના મુજબનાં પ્રતિભાવ અને પ્રતિક્રિયા સામેથી મળતાં નથી ત્યારે છેતરાયાની લાગણી થાય છે. જેમાં પારાવાર પીડા, દુઃખ અને હતાશાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ખૂબ લાગણીશીલ લોકો વર્ષો સુધી આ પીડામાંથી બહાર આવી શકતાં નથી. કેટલાંય લોકો આવા સંબંધોનાં શિકાર બની લાગણી, પ્રેમ સિવાય , સામાજિક પ્રતિષ્ઠા, પૈસા ઘણું ગુમાવી બેસે છે. કોઈને કહી શકતાં નથી અને નિ:સહાય સ્થિતિમાં મુકાઈ જાય છે.  આપણી આસપાસ અથવા ક્યારેક અમુક કિસ્સામાં ન્યુઝમાં આવી ઘટનાઓ વિશે જાણવાં મળે છે. અરે, ઘણીવાર આપણા...

અંતર વલોવતી એકલતા

Image
અંતર વલોવતી એકલતા એકલતાને સ્વ તરફ લઈ જતાં એકાંતમાં પરિવર્તિત કરીએ.... अब इस घर की आबादी मेहमानों पर है ! कोई आ जाए तो वक़्त गुज़र जाता है !! વિશ્વ આજે વસ્તી વિસ્ફોટની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે આ જ વિશ્વમાં કરોડો લોકો એકલતાં અનુભવી રહ્યાં છે. એટલું જ નહિ પણ એકલતા આધુનિક સમયની એક મોટી સમસ્યા બનીને વિશ્વ સામે મોઢું ફાડીને ઊભી છે. એકલતા એ મનની એક એવી દારુણ અવસ્થા છે જેમાં લોકો પોતાની જાતને  અન્ય લોકોથી વિખૂટી પડી ગયેલી અર્થવિહિન, નકામી, ખાલી થઈ ગયેલી, તરછોડાયેલી હોય એવું  માનતાં થઈ જાય છે. પરિણામે પોતાની જાતને કુટુંબ અને સમાજ માટે નકામી અને જરૂરત વગરની સમજવાં લાગે છે. એકલતા એ એવી બલાં છે જેમાં લોકો વિના ગમતું પણ નથી અને કોઈને કોઈ કારણોસર લોકો સાથે રહી પણ શકાતું નથી. 'હું કોઈને પસંદ નથી, મારામાં કોઈને રસ નથી, મારું આ જગતમાં કોઈ કામ નથી, જીવવાનો હવે કોઈ અર્થ નથી, મારી કોઈને પડી નથી...વગેરે જેવાં વિચારો આવે ત્યારે સમજી લેવું કે, આપણે એકલતા નામની બિમારીનો શિકાર બન્યાં છીએ. અત્યારે એવી સ્થિતિ છે કે, લોકોને સામાજિક સબંધો ગમતાં નથી. લોકો સાથે...

સબંધનો શ્વાસ: વિશ્વાસ

Image
સબંધનો શ્વાસ: વિશ્વાસ   આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરા મુજબ સ્ત્રી પુરુષનો પ્રેમ એટલે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ. પરંતુ ગ્લોબલાઈઝેશનનાં કારણે સમગ્ર વિશ્વનાં દેશો એક બીજાની ખૂબ નજીક આવી ગયા છે. પરિણામે એક સંસ્કૃતિની અસર ખૂબ સહજતાથી બીજી સંસ્કૃતિ પર થઈ રહી છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે, એવી પરંપરા છે જ્યાં સ્ત્રી પુરુષ એક બીજાને પ્રેમ કરે છે, સાથે રહે છે, બાળકો પણ થાય છે પરંતુ લગ્નગ્રંથીથી જોડાતાં નથી. બન્ને સ્થિતિ એકદમ વિરોધાભાસી છે છતાં દરેકની પીડા, પ્રેમ અને પરિસ્થિતિ લગભગ સરખાં જ છે. આજનાં યુગનાં બદલાવ સાથે સંબંધોમાં પણ કેટલાંક બદલાવ આવ્યાં છે જેને મનોવૈજ્ઞાનિક રીતે મૂલવવામાં આવે તો કદાચ દરેક બગડતાં સબંધમાં કોઈ એક વ્યક્તિ કે બંને વ્યક્તિને બ્લેમ કરવાને બદલે બદલાયેલાં સંજોગો અને સમાજનાં પ્રતિબિંબને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. *પોતાનાં સાથી પાત્ર સિવાય અન્ય લોકો સાથે નિકટતા હાલનાં સમયની માંગ અને સ્થિતિ મુજબ મોટાભાગનાં સ્ત્રી  પુરુષો કામ અર્થે બહાર નીકળવાને કારણે પોતાનાં કામનાં સ્થળે અન્ય લોકો સાથે તેમની મિત્રતા કેળવાય છે. મિત્રતાથી શરૂ થતાં સબંધમાં ધીરે ધીરે નિકટતા વધ...

માનવ ઇતિહાસનું કાળું પૃષ્ઠ: ઓર્ડીનરી મેન- ભૂલાયેલો સર્વનાશ

Image
માનવ ઇતિહાસનું કાળું પૃષ્ઠ:  ઓર્ડીનરી મેન-  ભૂલાયેલો સર્વનાશ (એક દસ્તાવેજી ફિલ્મ) આપણી આસપાસ જૉવા મળતાં કડિયા, પ્લમ્બર, સુથાર, પોલીસ ઓફિસર કે અન્ય કોઈપણ કામ કરતાં એકદમ સામાન્ય માણસો લાખો લોકોની બંદૂકની ગોળીએ  હત્યા કરતાં અચકાય નહિ ત્યારે સર્જાય છે, જર્મન ઇતિહાસનું પિશાચી દર્દનાક કાળુ પૃષ્ઠ એટલે કે, ઓર્ડીનરી મેન - ભૂલાઈ ગયેલો સર્વનાશ.(Ordinary men- "forgotten haulocast") તાજેતરમાં જ નેટફલિક્સ પર પ્રસરિત થયેલી આ દસ્તાવેજી ફિલ્મ હૃદયમાં હડકંપ મચાવ્યાં વિના રહેતી નથી. ઐતિહાસિક વિષય પર થયેલાં સંશોધનો સામાન્ય રીતે એકદમ બોરિંગ લાગે તેવાં હોય છે પણ આ ફિલ્મની  માવજત એટલી અફલાતૂન કરવામાં આવી છે કે,  આ ફિલ્મ જોયાં બાદ માણસ જાત કેટલી હદે  ક્રૂર બની શકે છે તે વિચારવા માટે આપણને મજબૂર કરી દે છે. ઇતિહાસકાર ક્રિસ્ટોફર બ્રાઉનીંગ દ્વારા 1992માં લખવામાં આવેલાં પુસ્તક( ordinary men: reserve police batalian 101 and the final solution in poland) પર આધારિત આ એકદમ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ છે. જેમણે આ સામૂહિક હત્યાકાંડમાંથી કોઈપણ રીતે બચેલાં લોકોનાં લીધેલાં ઈન્...