ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 5
ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 5 વશિષ્ઠ ગુફા - આશ્રમ, નીરગઢ વોટર ફોલ અધ્યાત્મ નગરી - યોગ નગરી ઋષિકેશમાં દેશ વિદેશથી લોકો યોગ શીખવાં, ધ્યાન કરવાં માટે આવતાં હોય છે જેમાંથી ઘણાં લોકો વશિષ્ઠ ગુફાની મુલાકાત કરે છે. કેટલાંક લોકો ખાસ ધ્યાન કરવાં માટે પણ અહીં આવતાં હોય છે. અમારી પણ વશિષ્ઠ ગુફાની મુલાકાત લઈ અને ત્યાં થોડીવાર ધ્યાન કરવાની ઈચ્છા હોવાથી ખાસ કાર્યક્રમ બનાવ્યો. ઋષિકેશ થી બદ્રીનાથ રોડ પર લગભગ 25 km અંતરે આ આશ્રમ આવેલ છે. આશ્રમનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર જ છે. અહીંથી બે રીતે નીચે ઉતરાય છે જેના માટે રેમ્પ અને પગથિયાં બંને સુવિધાઓ છે. લગભગ 800 મીટર નીચે ઉતરીએ એટલે સામે ગુફાનો માર્ગ અને બાજુમાં આશ્રમ દેખાય છે. પૌરાણિક માન્યતા મુજબ બ્રહ્માના માનસ પુત્રો એટલે સપ્તર્ષિ જે પૈકીના એક એટલે વશિષ્ઠ. પોતાનાં બધાં જ પુત્રો અવસાન પામતાં વશિષ્ઠ ઋષિએ ગંગામાં કૂદી અને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો પણ માં ગંગાએ તેમને આત્મહત્યા કરતાં અટકાવ્યાં જેથી વશિષ્ઠ ઋષિએ ગંગાનાં તીરે ગુફામાં બેસી તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. 1930માં સ્વામી પુરૂષોતમનંદજી દ્વારા આશ્રમ બનાવી અને આ ગુફાનું સંચાલન, ...