સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન

વન્ડર્સ ઓફ બ્રેઇન*
ચાલો આજે સમજીએ માણસ ના મગજ ના કેમિકલની કમાલ
સન્ડે સ્વાતિ અને સોહમે શોપિંગ કરવા જવા નું નક્કી કર્યું પરિણામે સ્વાતિ ખૂબ ખુશ હતી પણ છેલ્લી ઘડીએ જ્યારે સોહમે કહ્યું કે સોરી ડિયર આજે શોપિંગ માં નહીં જઈ શકીએ મારો બિલકુલ *મૂડ નથી* પરંતુ સ્વાતિને સમજાયું નહીં કે અચાનક શું બની ગયું? સ્વાતિ ની ખુશી એકાએક ગાયબ થઈ ગઈ અને દુઃખી મને સ્વાતિ બેડરૂમ માં જઇ ને સુઈ ગઈ. સોહમ મોબાઈલ માં તેની ફેવરિટ તીન પત્તી ગેમ માં મશગુલ બની ગયો તે ગેમ રમતી વખતે ખૂબ ખુશ દેખાતો હતો . આવું શા માટે બન્યું ?
કે જેમાં બંને ની દુઃખ અને સુખ ની લાગણી ની એક બીજા માં અદલા બદલી થઈ ગઈ. ખુશ ખુશાલ સ્વાતિ દુઃખી થઈ ગઈ અને દુઃખી સોહમ ખુશ ખુશાલ બની ગયો ? આ બનાવ પાછળ કારણભૂત છે બ્રેઇન કેમિકલ.
આવાં બનાવો આપણી રોજ બરોજની જિંદગીમાં અને આપણી આસપાસના લોકોમાં જોવા મળતાં જ હોય છે.
કુદરતે આપણાં મગજની રચના દેખાવમાં જેવી અજબ ગજબની કરી છે તેવી જ તેની કાર્યશીલતા પણ કલ્પનાતીત છે.આપણાં રોજબરોજના જીવનમાં આપણે *હેપી હોર્મોન્સ*, *મૂડ એલિવેટર્સ*, *હોર્મોનલ ઈમ્બેલેન્સ* જેવાં શબ્દો આપણે ઘણીવાર સાંભળ્યા હોય છે પણ હકીકતે આપણાંમાંથી મોટાભાગના લોકો જાણતાં નથી કે,
અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીર માં થતા દુખાવા એ *બ્રેઇન કેમિકલ્સ ના ઇમબેલેન્સ* નું કારણ હોઈ શકે છે.
તો ચાલો આજે *બ્રેઇન કેમિકલ્સની કમાલ* વિશે જાણીએ.
વન્ડર્સ ઓફ બ્રેઇન* તરીકે ઓળખાતાં ન્યુરો ટ્રાન્સમીટર્સ અથવા કેમિકલ્સને એકદમ વિગતવાર સમજવામાં આવે તો મનુષ્ય અને પ્રાણીઓના વર્તન તથા તેનામાં થતાં ફેરફારને ખૂબ સરળતાથી સમજી શકાય છે.
માનવ મગજ માં લગભગ 76 બિલિયન ન્યુરોન્સ આવેલા છે . આ ન્યૂરોન્સ બ્રેઇન માં આવેલાં ન્યુરો ટ્રાન્સમીટર્સથી સંદેશાની આપ લે કરે છે.
આ ન્યુરો ટ્રાન્સમીટર્સ પૈકી રસપ્રદ એવા ડોપામીનને સમજીએ.
ડોપામીન એ બ્રેઇનનું એવું કેમિકલ છે જે ન્યુરો ટ્રાન્સમિટરની જેમ બ્રેઇનને મેસેજ આપવાનું કામ કરે છે.
ડોપામીન બ્રેઇનમાં બનવાની આખી પ્રોસેસનો અભ્યાસ કરીએ તો,પ્રથમ ટાયરોસીન નામના એમિનો એસિડમાંથી ડોપા નામનું તત્વ બને છે અને ત્યારબાદ તેમાંથી ડોપમાઇન હોર્મોન્સ બને છે.
મગજના વેન્ટ્રીકલ ટેગમેન્ટલ એરિયા અને હાયપોથેલેમસ ગ્લેન્ડસમાંથી ડોપામીન નામના ન્યુરોહોર્મોન્સનો સ્ત્રાવ થાય છે.
1910માં પ્રથમ વાર જ્યોર્જ બર્ગર અને જેમ્સ ઇવેન્સે તેને લેબોરેટરીમાં સિન્થેસાઈઝડ કરેલું.
ડોપામીનનો સ્ત્રાવ મનુષ્યો સિવાય પ્રાણીઓમાં પણ થાય છે.2000 માં ફિઝિઓલોજી અને મેડીસીનમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર એર્વિડ કાર્લસનના આવિષ્કાર મુજબ ડોપામીન એ માત્ર નોરપીનોફ્રીન અને એપીનોફ્રીનનું પ્રાથમિક બંધારણ નથી પરંતુ ન્યુરોટ્રાન્સમીટર છે જે મગજના સંકેતોને શરીર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
જ્યારે કોઈપણ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરે જેનાં પરિણામ સ્વરૂપ બદલામાં તેને ખુશી મળે તેવી પ્રવૃત્તિથી બ્રેઇન માં ડોપામીન રિલીઝ થાય છે.
જેમકે, કોઈ ગિફ્ટ આપે , સરપ્રાઈઝ પાર્ટી આપે, ખુશખબર,ફૂડ,ગમતું મ્યુઝિક સેલેરી,બોનસ.કોઈ આનંદ દાયક ઘટના બનવાની રાહ જોતા હોઈએ, આશા હોય ત્યારે ડોપામીનનો સ્ત્રાવ થાય છે.
ડોપામીનથી મનુષ્યની માનસિક શારીરિક સ્થિતિ પર ખૂબ મોટી અસર થાય છે.મેમરી,મુવમેન્ટ,મોટિવેશન,
રિવોર્ડ જેવી પ્લેઝરથી મળતી ફીલિંગ્સ માટે જવાબદાર એ "પ્લેઝર ન્યુરોટ્રાન્સમીટરથી" પણ ઓળખાય છે.મગજના બહુ ઓછા સેલ ડોપામીન બનાવે છે.જયારે આપણી સાથે કંઈક સારું બને ત્યારે બ્રેઇનના અમુક સેલ્સ એક્ટિવ થઈ અને ડોપામીન બનાવે છે.
સામાન્યરીતે ડોપામીન એ રિવોર્ડ કેમિકલ છે.
જેથી મગજ માં ડોપામીન નો સ્ત્રાવ જ્યારે યોગ્ય પ્રમાણ માં થાય ત્યારે રોજ બરોજની જિંદગીમાં ઉત્સાહ, સાહસ,આનંદ, ચુસ્તી સ્ફૂર્તિ જળવાઇ રહે છે પરંતુ જ્યારે ડોપામીનના લેવલ માં વધારો કે ઘટાડો થાય ત્યારે અનેક પ્રકારની નાની મોટી સમસ્યા સર્જાય છે
હાઈ ડોપામીન લેવલ :
અગાઉ આપણે જોઉં તેમ ડોપામીન એ રિવોર્ડ ફંક્શનલ કેમિકલ છે પરિણામે જે પ્રવૃત્તિથી વ્યક્તિના મગજમાં ડોપામીનનો સ્ત્રાવ વધુ થાય તેવી પ્રવૃત્તિ વારંવાર કરવા પ્રેરાય છે પરિણામે વ્યક્તિને તે પ્રવૃત્તિનું વ્યસન થઈ જાય છે .
સ્મોકિંગ, જુગાર, દારૂ,હાઇપર સેક્સુઆલિટી,ગુન્હાખોરી વગેરે જેવા દુષણોના રવાડે ચડી જાય છે.આપણે જેને બકવાસ અથવા લવારો કહીએ છીએ તેના પર અમુક લોકો અચાનક ચઢી જતાં હોય છે તેનું કારણ પણ હાઈ ડોપામીન લેવલ છે.વગર વિચાર્યું સાહસ(રિસ્કી બીહેવીયર)પણ આ જ કારણે જોવા મળે છે.આખું વિશ્વ જેનાથી પરિચિત છે તે બ્લ્યુ વ્હેલ ગેઇમ એ ઈન્ટરનેટની લતથી ડોપામીનના વધુ પડતાં સ્ત્રાવને કારણે મળતાં આનંદનું એક્સ્ટ્રીમ ઉદાહરણ છે. જેમાં લોકો આત્મહત્યા કરવાનું પગલું પણ સ્વેચ્છાએ સ્વીકારી લેતાં હતાં જે રમત પર હવે તો પ્રતિબન્ધ મુકાઈ ગયો છે.
ડોપામીનના વધુ પડતા સ્ત્રાવના કારણે વ્યક્તિ ઉન્માદની સ્થિતિમાં પહોંચી જાય છે જેના પરિણામે કોઈ એક વાત નું વળગણ, ભ્રમ, અને ગાંડપણ આવી શકે છે તે સિવાય અકારણ ગુસ્સો,વજન માં વધારો કે ઘટાડો થાય છે,અનિંદ્રા, સતત ઉબકા આવવા જેવી તકલીફ થાય છે.
ડોપામીન ઘટવાને કારણે કબજિયાત અને પાર્કિન્સન્સ જેવા રોગ ઉપરાંત ડોપામીન ઘટવાના કારણે વ્યક્તિનું કોઈ કામમાં મન નથી લાગતું, નિર્ણય શક્તિ ઘટી જાય છે,અમુક વ્યક્તિઓ અચાનક મૌન બની જતાં હોય છે,જાતીય જીવનમાં ઉદાસીનતા આવે છે. સાહસની વૃત્તિ ઘટી જાય છે, જીવન નકામું લાગવા માંડે છે, પરિણામે વ્યક્તિ ડિપ્રેશન માં સરી પડે છે આપઘાત ના વિચારો આવે છે.
એક રસપ્રદ સંશોધનના તારણ મુજબ
મેદસ્વીતા અને અમુક ચોક્કસ પ્રકારના રંગસૂત્રો ધરાવતી વ્યક્તિમાં ડોપામીનના લેવલમાં ગરબડ સર્જાય છે
તે ઉપરાંત આહાર માં પ્રોટીનની ઉણપ, સંતૃપ્ત ચરબીયુક્ત આહારની કમી,બેઠાડું જીવન,કસરતનો અભાવ, વધતી ઉંમર વગેરે કારણો મુખ્ય ભાગ ભજવે છે
ડોપામીનના સ્ત્રોત
(A)ટાયરોસીનનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ જેમકે બદામ,કેળા, બીન્સ,ઈંડા,માછલી,ચીકનમાંથી વગેરે ખાવા થી ડોપામીન નો સ્ત્રાવ વધે છે
(B)રેગ્યુલર કસરત કરવાથી મગજના નવા કોષોનું સતત નિર્માણ થતું રહે છે જેને કારણે ડોપામીન સ્ત્રાવ થાય છે.
(C)અનેક સઁશોધનોથી સાબિત થયું છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી ડોપામીનનો સ્ત્રાવ થાય છે જેનાથી મગજનું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધે છે અને ડોપામીન નો સ્ત્રાવ થાય છે
(D)મસાજથી ડોપામીનનું પ્રમાણ લગભગ 30% વધે છે જેને કારણે સ્ટ્રેસમાંથી મુક્તિ મળે છે.અને બ્રેઇનમાં *કોર્ટીઝોલ નામ ના સ્ટ્રેસ હોર્મોન નું* પ્રમાણ ઘટે છે.જેને કારણે ડોપામીનનો સ્ત્રાવ વધે છે.
(E) પૂરતાં પ્રમાણમાં ઊંઘ લેવાથી મગજના કોષોનું રીપેરીંગ થાય છે.
પરિણામે ડોપામીન નો સ્ત્રાવ વધે છે
(F) ચોક્કસ પ્રકારનું મ્યુઝિક સાંભળવાને કારણે આનંદની લાગણી થાય છે,સ્ટ્રેસ ઘટાડે છે,મૂડ સુધારે છે એનું મુખ્ય કારણ ડોપામીન સ્ત્રાવ જ છે.
(G)પૂરતા સૂર્ય પ્રકાશ રહેવા થી ડોપામીન નો સ્ત્રાવ વધે છે
આપણાં દેશની શ્રેષ્ઠ પરંપરા મુજબ સ્વજનો,મિત્રો,ગમતાં વ્યક્તિઓ વાતાવરણમાં રહેવાથી મનના ભાવો ,મુશ્કેલીઓ શેર કરવાથી,જે વર્તનને કારણે ડોપામીનનું પ્રમાણ વઘ ઘટ થાય છે તે કારણોનો અભ્યાસ કરી અને પ્રયત્નપૂર્વક જો એ વર્તનને કોઈની મદદથી કે મદદ વગર ટાળવામાં આવે તો પણ ઘણાં પ્રશ્નોનું નિરાકરણ કોઈ સારવાર વગર આવી જાય છે.
બસ બધાં ખુશ રહીએ,તંદુરસ્ત રહીએ.
(બીજું કેમિકલ)
વધુ આવતાં અંકે...

Comments

Popular posts from this blog

સ્વાંતઃ સુખાય સિરીઝ : ભાગ 2. લીમડાનાં જ્યુસનું પરબ આ બહેનો જ્યુસ નથી પીવડાવતા, આરોગ્ય પ્રદાન કરે છે

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)