વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન
5 જૂન વિશ્વ પર્યાવરણ દિન
એક એવો પાઇપ જેમાં આગળ ધારદાર ત્રિકોણ હોય અને તેની સાથે જોડેલી પાઇપ પોલી હોય. ત્રિકોણ દ્વારા જમીન માં ખાડો પાડી અને ઊભાં ઊભાં જ બી નાખવાથી ખાડામાં ચાલ્યું જાય.
ખરેખર તો પર્યાવરણ માટે એક દિવસ ન ચાલે જેમાં એક દિવસ ઉજવ્યો એટલે પૂરું. પર્યાવરણ જીવનનો પર્યાય હોવો જોઈએ. એ હશે તો જ આપણે હોઈશું.
પર્યાવરણ એટલે માત્ર વૃક્ષારોપણ? ના....
વૃક્ષો વાવવાં, વૃક્ષોને ઉછેરવા, વીજળી, પાણી, બળતણ જેવાં કુદરતી સ્ત્રોતનો એકદમ વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ માત્ર પર્યાવરણની સેવા નથી. કુદરતી સ્ત્રોતની કરકસર કરવી એ જ સાચી પર્યાવરણ જીવનની ઉજવણી હોઇ શકે. પૈસા કે અમીરીના મદમાં આવી અને કુદરતી સ્ત્રોતનો બેફામ ઉપયોગ એટલે પર્યાવરણનો નાશ કરવા તરફની ગતિ જે અંતે તો મનુષ્ય જાતનો નાશ કરવા તરફની ગતિ જ છે.
આજનાં દિવસે સંકલ્પ કરીએ કે,
* ઘર હોય ઓફિસ હોય કે અન્ય જગ્યા વીજળી, પાણીનો જરૂર જેટલો કરકસરયુક્ત વપરાશ કરીએ. ભલેને સોલાર પેનલ નાખી અને વીજળી મફત મળતી હોય પણ વાતાવરણમાં ભળતાં પર્યાવરણનાશક તત્વોને રોકી શકાતા નથી.
* બળતણ( પેટ્રોલ, ડીઝલ , ગેસ) નો બીન જરુરી વપરાશ ટાળીએ.
* વધુને વધુ વૃક્ષો વાવીએ અને ઊછેરીએ.
* ખેતરોમાં આગ ન લગાવીએ.
* પ્લાસ્ટીકનો ઉપયોગ જેમ બને તેમ સભાનતાપૂર્વક ઓછો કરીએ.
* કુદરતની ઇકો સિસ્ટમને જાળવી રાખવામાં જાગૃતિપૂર્વક સહભાગી બનીએ.
ગયાં વર્ષે ચોમાસા દરમિયાન મિત્રો સાથે બી વાવેતર કરી અને ખુલ્લી જગ્યામાં કાંટાળા વૃક્ષો વચ્ચે જંગલ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ કાર્ય ઘણાં વર્ષોથી ચાલે છે. બસ એક નાનકડો પ્રયાસ....આ વર્ષે વરસાદ પછી આ કાર્ય શરૂ કરીશું.
Comments
Post a Comment