માનવ જીવનનાં સર્વાંગી વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ
માનવજીવનનાં વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ અન્નમય કોશ માનવજીવનનું અસ્તિત્વ પૃથ્વી પર શરૂ થયું ત્યારથી સતત જીવનનાં ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યો છે જેમાં નવી નવી શોધથી શરૂ કરી અને સાહસોનો સમાવેશ થાય છે. સારું લાંબુ અને ઉતમ જીવન જીવવા માટેની શોધ નિરંતર ચાલું જ રહે છે. આ ઉત્થાન માટે ઉતમ શરીર અને મનનું સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્વનાં છે. શરીર, પ્રાણ, મન, આત્મા, બુધ્ધિનો સમન્વય એટલે અસ્તિત્વ. આ બધાં તત્વો મળીને જ જીવન બને છે. આ તત્વોનું ધ્યાન રાખવામાં આવે એટલે મનુષ્ય જીવનની ઉત્તમ સ્થિતિ રચાય છે. આપણું શરીર એ કુદરતની અદ્ભુત ભેટ છે. જેની શારીરિક અને માનસિક બન્ને રીતે યોગ્ય સાર સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે. માનવ અસ્તિત્વના પાંચ આવરણો/પડ છે. કોશને અહીં આવરણ /પડ ના અર્થમાં સમજવાનું છે. એક સમજણ માટે જોઈએ તો આ પાંચ આવરણ એટલે કે પડ છે જે એક પછી એક ખૂલતાં જાય અને સાચા અસ્તિત્વનો પરિચય થતો જાય છે. જેમ જેમ આ આવરણો પ્રત્યેની જાગૃતિ વધતી જાય તેમ તેમ સાચી સમજ આવતી જાય છે. 1.અન્નમય કોશ સૌથી બાહ્ય આવરણ 2.પ્રાણમય કોશ 3.મનોમય કોશ 4.વિજ્ઞાનમય કોશ 5.આનંદમય કોશ સૌથી અંદરનું આવરણ...