સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માંણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5)✍️ અમી દોશી 10જાન્યુ.2023
સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5) ✍️ અમી દોશી 10જાન્યુ.2023 વોચમેને ઓલવેલ (આલબેલ)પોકારી, સળિયો પછાડ્યો અને બેડ પર પડખા ઘસતાં ઋષભની નજર ટીક ટીક કરતી વોલ ક્લોક પર પડી બે દિવસથી લાગતી બેચેનીને કારણે તેણે એક દિવસની રજા લીધી હતી પણ રાત્રીનો દોઢ થવા આવ્યો છતાં તેને ઊંઘ ન જ આવી . ઋષભ ક મને ઉભા થઇ કબાટમાં રાખેલ સ્લીપિંગ પીલની સ્ટ્રીપ ઉઠાવી તેમાંથી એક ગોળી લઈ ફરી બેડરૂમમાં આવીને સૂતો તેમ છતાં ઊંઘ તો ન જ આવી.આ તો ઋષભ માટે રોજનું થયું.પોલીસ ડિપાર્ટમેન્ટમાં કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઋષભે ખૂબ સારી નામના મેળવી હતી. ચોવીસ કલાકની એકદમ અનિશ્ચિત ડ્યુટી ,અઠવાડિયામાં બે વાર નાઈટ પેટ્રોલિંગ ઉપરાંત ગુન્હાઓને ઉકેલવા માટેની મગજની કસરત સાથે વીઆઇપી પ્રોટોકોલ તો ખરા જ ક્યારેક ઋષભને પણ થતું કે પોલિસ ડિપાર્ટમેન્ટમાં આવતાં પહેલાં કેટલી કલ્પનાઓ કરેલી પણ 24 કલાકનો સમય પણ જાણે ઓછો પડતો હતો. પથારી તરફ નજર પડતાં જ સુંદર મજાની પત્ની રીતકા દેખાઈ અને ક્ષણભરમાં અલોપ થઈ ગઈ.વ્યથિત થઈ ગયો ઋષભ.હા એ ચાલી ગઈ હતી એને છોડીને ...વાતમાં આમ જોઈએ તો કાંઈ નહતું અને એક રીતે જોઈએ ...