અરુણાચલ પ્રદેશ ભાગ 6 (અંતિમ ભાગ)
અરુણાચલ પ્રદેશ ભાગ 6 (અંતિમ ભાગ) દીરાંગ થી થેમ્બાંગ થઈ સાંજે 6 આસપાસ રૂપા વેલી પહોંચ્યા. સવારે ટેંગા નદી અને નાગ મંદિર જોવાના હતાં. રૂપા અને ટેંગા બન્ને આર્મીના ખૂબ મોટા સ્ટેશન અને અત્યંત સુંદર વેલી વિલેજ છે. રૂપા જંક્શન પર આવેલું ગામ છે. અસામથી ભાલુકપોંગ થઈ અને રૂપા આવી શકાય, ભૈરવકુંડથી શેરગાંવ અને પછી રૂપા આવે અહીથી તવાંગ તરફનો રસ્તો એક થઈ જાય છે. અમે જ્યાં રોકાયેલાં ત્યાંથી ગામ અને વેલીનો ખૂબ સુંદર વ્યુ જોવાં મળતો હતો. ભૂરું સ્વચ્છ આકાશ અને ક્યારેક વચ્ચે તરતાં વાદળાં નીચે ગામ આજુબાજુ હરિયાળાં પર્વતો એક કવિની કલ્પના જેવું જ આહ્લાદક વાતાવરણ. ટેંગા નદીને કિનારે આવેલાં ટેંગા ગામમાં ઝૂલતાં પુલ પર થઈ સામે પાર એક નાના ગામમાં ફરવાની બહુ મજા આવી. અહીં આવેલાં નાગ મંદિરમાં લોકોની આસ્થા ખૂબ જ છે. શેરગાંવ અહીથી માત્ર 25 કિમી છે. બીજે દિવસનું રોકાણ શેરગાંવમાં હતું. અહીં આવેલાં એક ગોમ્પા, ધોધ, એપલ ઓર્ચાડ અને હેચરીની મુલાકાત લીધી. જે લોકો સપ્ટેમ્બરમાં આવે તેમને ચારે બાજુ આવેલાં સફ...