અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ- 2)
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -2) દિરાંગ, મંડલા ટોપ, સાંગતી વેલી, લુબ્રાંગ બોમડીલા મોનેસ્ટરી સવારે નાસ્તો કરી હોમસ્ટેથી વિદાય લઈ બોમડીલા મોનેસ્ટરી જોવાં ગયાં. આ સમગ્ર વિસ્તારમાં બૌદ્ધધર્મનું પ્રભુત્વ હોવાથી ગામેગામ ખૂબ સુંદર મોનેસ્ટરી જોવાં મળે. ઘણાં બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી અને ભણતાં હોય છે. તિબેટ અને ચીનની સરહદને કારણે અહીં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર થયેલો છે. જેની અસર સ્વરૂપે લોકોનાં વર્તનમાં એક ચોક્કસ પ્રકારનું શિસ્ત અને શાંતિ જોવાં મળે છે. બોમડીલા મોનેસ્ટરી હોસ્ટેલ બોમડીલામાં મોનેસ્ટરી અને માર્કેટ સિવાય અન્ય કોઈ ખાસ જોવા લાયક સ્થળ નથી ત્યાંથી દિરાંગ જવાં રવાના થયાં. બોમડીલા લગભગ આઠ હજાર ફૂટ ઊંચાઈ પર હોવાને કારણે આખું વાતાવરણ બદલાઈ જાય. રસ્તા પર જાણે વાદળોનો વહીવટ જ ચાલે. એ હોય ત્યાં સુધી ખસી ન શકાય. અદ્ભુત દશ્યો આંખોમાં કેદ કરવા માટે દર થોડી મિનિટે ગાડી થોભાવવા મજબૂર કરી દે તેવું આહ્લાદક વાતાવરણ. બોમડિલા દિરાંગ રોડ બોમડિલા થી દિરાંગ ટાઉન પહોંચતા પહેલાં દિરાંગ ગામથી 30 કિમી અને લગ...