Posts

Showing posts from March, 2026

ચિકમંગલુર ડાયરી Coffee land of karnataka

ચિકમંગલુર ડાયરી  Coffee land of karnataka   ચેપ્ટર 1 ટ્રેનનો યાદગાર પ્રવાસ પ્રવાસ માટે જ્યારે ઘર બહાર પગ મૂકીએ ત્યારથી જ પ્રવાસ ચાલુ થઈ જાય છે કારણ, મૂળ ગંતવ્ય સ્થાન પર પહોંચતાં પહેલાંના પ્રવાસની મજા પણ અનેરી હોય છે. ટ્રેન એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન જ નહી સાથે સાથે યાદો અને અનુભવોની એક સફર છે. પ્લેન કે બસ કરતાં ટ્રેનની મુસાફરીમાં જે નિરાંત અને મજા આવે છે, તે કંઈક અલગ જ હોય છે. અમારા તાજેતરના પ્રવાસની શરૂઆત પણ આવી જ એક સુંદર મજાની ટ્રેન જર્નીથી થઈ. કર્ણાટકના હિલ સ્ટેશન અને "કોફી લેન્ડ ઓફ કર્ણાટક" તરીકે વિશ્વ વિખ્યાત અને યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામેલાં વેસ્ટર્નઘાટની વચ્ચે આવેલું સુંદર મજાનું શાંત હિલસ્ટેશન ચિકમંગલુર એ અમારું ગંતવ્ય સ્થાન. બેંગલોર અને મેંગલોર બન્ને શહેરોથી ચિકમંગલુર પહોંચી શકાય.  મુસાફરીની પળોને યાદગાર બનાવવા અમે મેંગલોરથી જવાનું પસંદ કર્યું. મુંબઈથી મેંગલોર સુધી અરબી સમુદ્રના કિનારે અને પશ્ચિમ ઘાટ વચ્ચે પસાર થતી કોંકણ રેલ્વે ભારતની સૌથી સુંદર અને યાદગાર રેલ સફર પૈકીની એક છે. કોંકણ રેલવેની મુસાફરી એટલે યાદોનો હરિયાળો પટારો. બારીમાંથી...