કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસચેપ્ટર 2 ગઢોનો ગઢ ~ રાયગઢ
કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસ ચેપ્ટર 2 ગઢોનો ગઢ ~ રાયગઢ કોંકણ પ્રવાસની સામાન્ય ભૂમિકા બાદ અમારી સફરની મજા લઈએ. રાત્રે લગભગ 11 વાગ્યે રાજકોટથી દુરોન્તો એક્સપ્રેસ ટ્રેઇનમાં બેસી જઈએ એટલે સવારે આઠ આસપાસ મુંબઈ સેન્ટ્રલ પહોચાડે જેથી પૂરો દિવસ મળી રહે. સ્ટેશનથી અમારા મિત્ર રસિકભાઈ, ગીતાબેન અને મધુબેન સાથે અમારી રોડ સફર શરૂ થઈ. ખારઘર પનવેલથી ખપોલી, પાલી થઈ અને રાયગઢનો રસ્તો લીધો. આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો હતો. જેના ગૌરવ સ્વરૂપ કેટલાંક સાઈકલ સવારો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે આ પ્રવાસને ગૌરવપથ બનાવતાં તેજ ગતિએ સાઇકલની ઉડાન ભરી રહ્યાં હતાં તો ક્યાંક શાળાઓમાં ઉજવણી જોવાં મળી રહી હતી. ભારત દેશની વિશેષતા તેનું વૈવિધ્ય છે, પછી તે ભાષાનું હોય, સંસ્કૃતિનું હોય કે ભૌગોલિક. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમ્વિષ્ટ આપણાં વેસ્ટર્ન ઘાટ પણ દેશની અનેરી વિશેષતા છે. ગુજરાતની સરહદે આવેલાં તાપી જિલ્લાના સાતપુડાની પર્વતમાળા થી શરૂ કરી, મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળા અને કેરળમાં સહ્યમ પર્વતમાળા તરીકે ઓળખાતી આ ગિરિમાળાઓ છેક તમિલનાડુ સુધી વિસ્તરેલી છે. આ ગિરિમાળાઓ જ...