સુપર ફુડ : માઇક્રોગ્રીન્સ (બેબી ગ્રીન્સ)

સુપર ફુડ : માઇક્રોગ્રીન્સ (બેબી ગ્રીન્સ)

 કઠોળને ફણગાવીને ખાવાથી ખૂબ ન્યુટ્રીશન મળે છે તે વાતથી આપણે સહુ સુપેરે માહિતગાર છીએ અને મોટાભાગે ફણગાવેલાં કઠોળ વિવિધ સ્વરૂપે ખોરાકમાં ઉપયોગમાં લેતાં હોઈએ છીએ પણ આજે તેનાથી એક ડગલું આગળ ચાલી અને આજનાં યુગનાં સુપર ફૂડ એવાં માઇક્રોગ્રીન્સ એટલે કે બેબી ગ્રીન્સને ઓળખીએ.

લગભગ 2019 થી મેં માઇક્રોગ્રીન્સ ઉગાડવાનું શરૂ કર્યું. જુદાં જુદાં મગ, ચણા, વાલ જેવાં કઠોળનો પ્રયોગ પહેલાં કર્યો. ત્યારબાદ સમયાંતરે શાકભાજી, મગફળીનાં બીજમાંથી માઇક્રોગ્રીન્સ ઉગાડવાના પ્રયત્નો કર્યા.

માઇક્રોગ્રીન્સની ખાસિયત કહો કે મજા માત્ર 10થી 14 દિવસમાં (જુદાં જુદાં બીજ અનુસાર સમય) ઉપયોગ કરવા લાયક બની જાય છે.
બીજમાંથી છોડ સ્વરૂપે બહાર આવે છે ત્યારે ઉપર બે પર્ણ ઉગે છે.જ્યારે તેની ઊંચાઈ એક થી દોઢ ઇંચ જેટલી થાય ત્યારે cotlydons એટલે કે બીજપત્ર અવસ્થામાં તેની ન્યુટ્રીશનની ગુણવત્તા સૌથી વધુ હોય છે. તે સમયે ઉપરથી કાપી અને તેનો ઉપયોગ સલાડ કે અન્ય કોઈપણ રીતે ખાવામાં કરી શકાય છે. 

કોઈપણ વ્યક્તિ એકદમ સરળતાથી કોઈપણ કઠોળ કે શાકભાજીનાં માઇક્રો ગ્રીન્સ ઉગાડી શકે છે.
એકદમ છીછરાં પાત્રમાં કોકોપીટ (નાળિયેરના છોતરાંનો ભૂકો) ની અંદર બીજ વાવી અને તેને સામાન્ય સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખવાથી માઇક્રોગ્રીન્સ ઉગાડી શકાય છે.
 વાચકમિત્રો, તમે પણ આ પ્રયોગ કરી ખૂબ સારી ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતાં વિવિધ કઠોળ અને શાકભાજીનાં માઇક્રોગ્રીન્સ ઉગાડો ખાવ અને સ્વાસ્થ્યને પામો તેવી શુભેચ્છાઓ...


Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1