લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ
લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો પ્રેરણાદાયી સેવાયજ્ઞ વંદનાબહેનનાં ફ્લેટની બહાર સવારે 6 વાગ્યાનું દૃશ્ય આપણાં દેશમાં દરેક ધર્મનાં નીતિ નિયમો, જપ તપ સાથે આયુર્વેદ અને સ્વાસ્થ્યને સુપેરે જોડવામાં આવ્યું છે જેને કારણે લોકો આસ્થાવશપણ જાણ્યે અજાણ્યે સ્વાસ્થ્ય માટેનાં અમૂલ્ય લાભ મેળવી શકે છે. આપણી એકાદશી પર વિદેશી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલાં રિસર્ચને એટલે તો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ચૈત્ર મહિનો અને લીમડો એ જાણે એકબીજાનાં પર્યાય હોય તેમ આપણાં જીવન સાથે વણાઈ ગયાં છે. ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલાં લીમડો આખો કોલથી લચી પડતો હોય અને જાણે ઇજન આપતો હોય કે, "મારું સેવન કરો હું તમને આખા વર્ષ માટે ઉત્તમ સ્વાસ્થ્યની ગેરંટી આપુ છું". હું છેલ્લાં વીસ વર્ષથી ચૈત્ર મહિનામાં લીમડાનાં કૂણાં પાન, કોલ(ફૂલ) અને આંતર છાલનું સેવન કરું છું.(ચાવીને/ જ્યુસ સ્વરૂપે) કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષનાં દરેક ભાગને આયુર્વેદમાં પણ ખૂબ ઊંચો દરજ્જો પ્રાપ્ત છે. આજે લીમડાનાં ફાયદા વિશે વધુ વાત નથી કરવી પણ એક અનોખી વાત કરવી છે. પાણીનાં કે છાશનાં પરબ લગભગ દરેક વ્યક્તિએ જોયાં હશે પણ લીમડાનાં જ્યુસનું ...