Posts

Showing posts from September, 2025

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

Image
કોંકણ કોલિંગ  ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી ,  રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...) રાયગઢથી નીચે ઉતરી પાચડ ગામમાં આવીએ એટલે અહીં છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈનું સમાધિ સ્થળ છે. થોડે આગળ જઈએ એટલે બૌધ ગુફાઓ આવેલી છે. વરસાદને કારણે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. પાચડ ગામથી નીચે ઉતરીએ એટલે મહાડ આવે અહીંના પ્રખ્યાત વડાપાઉં ખાધાં, આંખમાં પાણી આવી ગયાં પણ મજા પડી ગઈ.. રોડ પર આવેલી એક હોટલમાં રાત્રિ મુકામ કરી અને સવારે ચિપલૂણ જવા નીકળ્યાં ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફરી એક સુંદર સવાર , વાદળોની પાછળ છુપાયેલ સૂર્યદેવ, વરસતો વરસાદ, સર્પીલી સડકો, તેની પર પાણીની જેમ વહેતી જતી અમારી ગાડી, મિત્રોનો સંગાથ, મ્યુઝિક ~ ગીતો, નાસ્તો ...બીજું શું જોઈએ. સ્થાનિક લોકો જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહે છે તે, ( સરકારનો દાવો નથી પણ અહીં એવરેજ 160 ઇંચ વરસાદ થતો હોય છે એવું તેમનું કહેવું છે) ચિપલૂણ કોંકણનું એક અગત્યનું , રમણીય અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલું નગર છે. કોંકણને ભગવાન પરશુરામના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે...