Posts

Showing posts from December, 2024

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ

Image
માં નર્મદે હર... #3600kmyatra પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ  તા.15/12/2024 આજે માં નર્મદા મૈયાની મારી પરિક્રમા યાત્રાનો એક માસ પૂર્ણ થયો. તા. 13 નવેમ્બર 2024નાં રોજ રાજકોટથી નીકળી ઈન્દોર પહોંચી. ત્યાંથી ઓમકારેશ્વર અને તા.15 નવેમ્બર 2024નાં સંકલ્પ પૂજા કરી લગભગ 10.30 કલાકે મારી યાત્રા શરૂ કરી. રાજકોટથી હું સાવ એકલી જ નીકળી છું. કોઈ ગ્રુપ, સંઘ કે સથવારો શોધવાનો પ્રયત્ન કર્યો નથી. શરૂઆતમાં ઘરમાં બધાને થોડી ચિંતા પણ હતી અને  સંશય પણ રહ્યો કે, એકલાં કરવાનો નિર્ણય બરાબર હશે કે કેમ? આજે કહી શકું છું કે, આ યાત્રા એકલાં કરવાનો આનંદ અવર્ણનીય છે. એવું કહેવાય છે કે, એક નિરંજન, દો સુખી, ત્રણમાં ખટપટ અને ચાર તો શું થાય તે નક્કી નહિ. સદ્દનસીબે મેં તો કુદરતી રીતે જ એકલાં પરિક્રમા કરવાનો નિર્ણય કર્યો જેના માટે આજે ખૂબ ખુશી અનુભવું છું.  આ ત્રીસ દિવસમાં લગભગ 850કિમી જેટલું અંતર પગપાળા પસાર કર્યું. સુંદર દ્રશ્યો અને યાત્રાનો આછેરો પરિચય જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે વાચકોને આપ્યો છે. આ સિવાય આ યાત્રાનાં અન્ય અનુભવ...