ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ
ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ અમથી ગર ગાંડી નથી કે'વાઈ, જ્યાં પ્રકૃતિનો નહિ પાર, અહીં મદભર ગેહંકે મોરલા, રૂડો કોયલ રાગ. ( એક મિત્રની રચના) ગીરની ગોદ એટલે જ્યાં સાવજનાં ટોળાં હોય કે એકલો વનરાજ પોતાની મસ્તીમાં ચાલતો જતો હોય તો ક્યાંક વળી દૂર દૂરથી તેની કરડાકી ભરેલી ડણક સંભળાતી હોય, હરણ અને વાંદરાની ટોળીઓ મળી અને મોજ કરતી હોય, ચાલાક દીપડાઓ નજર ચૂકવીને શિકાર કરતાં હોય, નીલગાયના ટોળાંઓ ફરતાં હોય, ચિંકરાઓ સાવજની હૂક સાંભળી અને છલાંગ મારતાં કૂદતાં જતાં હોય, મોર ટહુકાર કરી અને પોતાની પ્રિયતમાને રીઝવવાની કોશિશ કરતો હોય તો ક્યાંક ડાલામથ્થા સામે ટોળકી બનાવી શિંગડા ભરાવી અને ભગાડી દેતી બહાદુર ભેંસોનું ટોળું. ગીર એટલે શિયાળે - ચોમાસે સોળે કળાએ ખીલતું અને ઉનાળામાં પાનખરમાં સૂકું ભઠ્ઠ બની જતું જંગલ. પક્ષીઓની કિલકારીઓથી ગાજતું વન એટલે ગીર. ક્યારેક ખળખળ વહેતાં નદી નાળાથી છલકાતું અને ક્યારેક પીવાં માટે પાણીનાં છીછરાં પોઇન્ટ ભરવાં પડે તેવું સૂકું ગીર. ગીરનું જંગલ એટલે નેસડામાં રહેતાં માલધારીઓ......