આહાર એ જ ઔષધ કે આહાર એ જ ઝેર?*
*આહાર એ જ ઔષધ કે આહાર એ જ ઝેર?* *જંતુનાશકની સ્વાસ્થ્ય પર વિનાશક અસરો* *જાયેં તો જાયેં કહાઁ... *'આહાર એ જ ઔષધ':* આ વાક્ય આપણે બાળપણથી જ સાંભળીએ છીએ.એટલે કે આહારનું જીવનમાં ઔષધ સમાન મહત્વ છે.ખોરાક કેવી રીતે લેવો, ક્યારે શું લેવું, ઋતુ પ્રમાણે જ આહાર લેવો વગેરે વગેરે...આ બાબતે આપણે સતત સલાહ, માહિતી સાથે સજાગતાં પણ રાખીએ છીએ.જે લોકો 'હેલ્થ કોન્શિયસ' છે તેઓ આહારના સમય નિયમનું ચુસ્તપણે પાલન પણ કરતાં હોય છે. પણ જો આ આહાર જ ઝેર સમાન હોય તો ??જાયેં તો જાયેં કહાઁ? આજકાલ આપણાં રોજ- બરોજના જીવનમાં આપણી આસપાસના લોકોમાં કલ્પના પણ ન કરી શકાય તેવાં આઘાતજનક રોગ સાવ સામાન્યપણે જોવાં મળે છે.તેમાં પણ કેન્સરનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધતી જાય છે. બ્રેસ્ટ કેન્સર,આંતરડાનું કેન્સર,પ્રોસ્ટેટનું કેન્સર... આશ્ચર્ય એ વાતનું થાય કે જેને કોઈ પ્રકારની કુટેવો નથી,જેનું જીવન એકદમ સરળ છે તેને કેમ આવું થતું હશે? અચાનક માથું ઉંચકેલા આવાં રોગ વિશે હજુ તો સ્વજનો કંઈ વિચારે તે પહેલાં તો બહુ ગંભીર અવસ્થામાં પહોંચી જતો હોય છે.અને મોટાભાગના કિસ્સામાં તો બાજી હાથમાંથી સરી જતી હોય છે.પુખ્ત માણસોમાં હજુ પણ સમજ...