પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા
પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા આજના યુગના ઘણાં ટ્રેન્ડી બનેલા શબ્દો પૈકીનો એકદમ હોટ ફેવરિટ શબ્દ એટલે “ઓર્ગેનિક”. શાક ભાજી, અનાજ, કઠોળ, દહીં, દૂધ તો સમજ્યા પણ હવે તો કપડાં અને બીજી રોજ બ રોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઓર્ગેનિક વાપરવાનો જાણે કે વંટોળ શરૂ થયો છે. જેમાં ઓર્ગેનિક શબ્દને વટાવી ખાનારો વર્ગ તેનાથી પણ બમણી ઝડપે ઊભો થતો જોવા મળે છે. ઓર્ગેનિકની બાબતમાં ઘણાં લે ભાગુઓ ‘’વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે.”કારણ કે આજે ઓર્ગેનિકનાં નામે બધું જ ફટાફટ વેચાય પણ છે. તેનું કારણ એ છે કે, ઓર્ગેનિક એ આજના મનુષ્યની મજબૂરી બની ગઈ છે એ તેના માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન બની ગયું છે. આજે તાજા જન્મેલા બાળકથી માંડીને સો વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિને કોઈપણ સમયે, શરીરનાં કોઈપણ અવયવમાં, કોઈપણ પ્રકારનાં રોગ, કોઈ દેખીતા કારણો સિવાય થવાં લાગ્યા છે. આજે કેન્સર જેવાં જીવલેણ અને વંધ્યત્વ જેવાં સમાજને ખતમ કરનારાં રોગ ઉપરાંત હૃદયરોગ, લકવો, કિડની, લિવર, બીપી, ડાયાબિટીસ, સાંધા અને સ્નાયુનાં રોગ ઉપરાંત અનેક પ્રકારનાં માનસિક તેમજ મનોદૈહિક રોગોનો સમાવેશ થાય છે, જેનો ભોગ બનતાં લોકોન...