છેતરામણાં સબંધો: બ્રેડ ક્રમ્બિંગ
છેતરામણાં સબંધો: બ્રેડ ક્રમ્બિંગ સાઈબર વર્લ્ડનું આભાસી અને બિહામણું પ્રતિબિંબ કોઈ એક દિવસ આપણાં ફેસબુક પેજ, ઇન્સ્ટા, વોટ્સેપ કે ટેકસ્ટ મેસેજમાં આપણાં ફોટો કે મેસેજ જોઈ અને કોઈ ટિપ્પણી આપવાની શરૂઆત કરે જે પહેલી દ્વષ્ટિએ રસપ્રદ લાગે, આપણે જવાબ આપીએ ધીમે ધીમે વાત આગળ વધે. એકબીજાનાં ફોન નંબરની આપ લે થાય. પ્રાથમિક વાતો આગળ વધે ત્યારે પ્રેમ લાગણી કે જીવનનો શૂન્યાવકાશ ભરનાર કોઈ વ્યક્તિ મળી ગયાનો અહેસાસ થાય. આવી વ્યક્તિ સાથે આપણે દિવસ રાત ચેટ કરીએ, પોતાની ઈચ્છા, લાગણી, ભાવો વ્યક્ત કરીએ અંતે એમ લાગે કે આપણી અપેક્ષા કે કલ્પના મુજબનાં પ્રતિભાવ અને પ્રતિક્રિયા સામેથી મળતાં નથી ત્યારે છેતરાયાની લાગણી થાય છે. જેમાં પારાવાર પીડા, દુઃખ અને હતાશાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ખૂબ લાગણીશીલ લોકો વર્ષો સુધી આ પીડામાંથી બહાર આવી શકતાં નથી. કેટલાંય લોકો આવા સંબંધોનાં શિકાર બની લાગણી, પ્રેમ સિવાય , સામાજિક પ્રતિષ્ઠા, પૈસા ઘણું ગુમાવી બેસે છે. કોઈને કહી શકતાં નથી અને નિ:સહાય સ્થિતિમાં મુકાઈ જાય છે. આપણી આસપાસ અથવા ક્યારેક અમુક કિસ્સામાં ન્યુઝમાં આવી ઘટનાઓ વિશે જાણવાં મળે છે. અરે, ઘણીવાર આપણા...