માનવ ઇતિહાસનું કાળું પૃષ્ઠ: ઓર્ડીનરી મેન- ભૂલાયેલો સર્વનાશ
માનવ ઇતિહાસનું કાળું પૃષ્ઠ: ઓર્ડીનરી મેન- ભૂલાયેલો સર્વનાશ (એક દસ્તાવેજી ફિલ્મ) આપણી આસપાસ જૉવા મળતાં કડિયા, પ્લમ્બર, સુથાર, પોલીસ ઓફિસર કે અન્ય કોઈપણ કામ કરતાં એકદમ સામાન્ય માણસો લાખો લોકોની બંદૂકની ગોળીએ હત્યા કરતાં અચકાય નહિ ત્યારે સર્જાય છે, જર્મન ઇતિહાસનું પિશાચી દર્દનાક કાળુ પૃષ્ઠ એટલે કે, ઓર્ડીનરી મેન - ભૂલાઈ ગયેલો સર્વનાશ.(Ordinary men- "forgotten haulocast") તાજેતરમાં જ નેટફલિક્સ પર પ્રસરિત થયેલી આ દસ્તાવેજી ફિલ્મ હૃદયમાં હડકંપ મચાવ્યાં વિના રહેતી નથી. ઐતિહાસિક વિષય પર થયેલાં સંશોધનો સામાન્ય રીતે એકદમ બોરિંગ લાગે તેવાં હોય છે પણ આ ફિલ્મની માવજત એટલી અફલાતૂન કરવામાં આવી છે કે, આ ફિલ્મ જોયાં બાદ માણસ જાત કેટલી હદે ક્રૂર બની શકે છે તે વિચારવા માટે આપણને મજબૂર કરી દે છે. ઇતિહાસકાર ક્રિસ્ટોફર બ્રાઉનીંગ દ્વારા 1992માં લખવામાં આવેલાં પુસ્તક( ordinary men: reserve police batalian 101 and the final solution in poland) પર આધારિત આ એકદમ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ છે. જેમણે આ સામૂહિક હત્યાકાંડમાંથી કોઈપણ રીતે બચેલાં લોકોનાં લીધેલાં ઈન્...