વિજ્ઞાનમય કોશ
મનુષ્ય જીવનનાં વિકાસનું રહસ્ય એટલે પંચ કોશ પૈકી અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ વિશે ગત અંકોમાં આપણે જોયું. આજે આ વિકાસનો ચોથો તબક્કો એટલે વિજ્ઞાનમય કોશ વિશે સમજીએ. ગુજરાતીમાં એક કહેવત છે કે, બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન આવ્યાં તો આવ્યાં નહિતર ગયાં... બાર વર્ષે બુદ્ધિ અને સોળ વર્ષે સાન એટલે કે સમજનો વિકાસ થાય છે મતલબ ત્યારે તે એકદમ ઉત્કૃષ્ટ સમય હોય છે. વ્યક્તિમાં વિજ્ઞાનમય કોશના વિકાસ (વિ એટલે વિશેષ જ્ઞાન) સાથે વિવેક જાગૃત થાય છે અને વિવેકની જાગૃતિ સાથે બુધ્ધિ સ્થિર થાય છે. જે ખૂબ જરૂરી છે. જીવનનાં કોઇપણ તબક્કે મહત્વનાં નિર્ણયો લેવા માટે દરેક પરિપ્રેક્ષ્માં વિચારીને અભ્યાસ કરીને નિર્ણય લઈ શકે તે વ્યક્તિનો વિજ્ઞાનમય કોષ વિકસેલો છે તેમ માની શકાય. આ કોશનાં વિકાસનો ઉત્કૃષ્ટ સમય 16 થી 20 વર્ષ છે. આજનાં અભ્યાસક્રમ અને જીવનપદ્ધતિની જરૂરિયાત મુજબ હરીફાઇને કારણે બાળક બુદ્ધિ અને સમજ કરતાં વધુ મહત્વ સ્મૃતિને (યાદશકિત) (ગોખણપટ્ટી) આપે છે. બાળકને અન્ય કોઈ સમજણ નથી હોતી પરંતુ સમયની માંગ તેને ગોખણીયું બનાવી દે છે કારણ તેને મેરીટની હરીફાઈમાં ટકી રહ...