જાને કહાં ગયે વો દિન....
જાને કહાં ગયે વો દિન.... સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, 'પહેલાં જેવી મજા નથી'....જીવન પહેલાં જેવું નથી રહ્યું... કારણ કે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે અને બદલાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવવાની પરંપરા પાછળ આપણા ઋષિ મુનીઓનું જબરજસ્ત લોજીક રહેલું છે પરંતુ અફસોસ કે આજે પોતાને અલ્ટ્રા મોર્ડન ગણતી પેઢી એ પરંપરાને આઉટ ડેટેડ ગણીને સેન્સલેસ આધુનિકતા પાછળ ગાંડી થઈ રહી છે. ગણપતિ મહોત્સવ આવે છે ત્યારે ગણપતિ નામનાં જ રહે છે અને એની આજુબાજુનો માહોલ વધુ અગત્યનો બની જાય છે. ફિલ્મી ગીતો પર મોડી રાત સુધી ધમાલ કરવી અને બીજું ઘણું બધું. આસપાસનાં વિસ્તારો અને મહોલ્લા કે, સોસાયટીથી ચડિયાતા સાબિત થવા માટે આપણે કેટલાં હવાતિયાં મારીએ છીએ, કેવાં ભ્રમમાં જીવીએ છીએ. ગણપતિનાં આગમન વિસર્જનના (ધર્મ) નામે જે તાયફા થાય છે તે શું દર્શાવે છે ? નવરાત્રિ જેવો અનેરું મહત્વ ધરાવતો પવિત્ર તહેવાર કેટલો વિકૃત બની ગયો છે કે, કેટલાંક લોકો તેને નવરાત્રિને બદલે લવરાત્રી કહેવા માટે મજબૂર બની ગયાં છે. ફેશન અને ટ્રેન્ડનાં ન...