Posts

Showing posts from August, 2026

અજંપો

Image
    અજંપો  ફળિયામાં ઊતરતી સાંજ આજે કાળજામાં અજંપો વધારી રહી હતી. તુલસીક્યારો, ઓસરીના થાંભલા અને વર્ષો જૂનો હીંચકો બધું જ પોતાની જગ્યાએ અકબંધ હતું, પણ એ બધી જ નિર્જીવ વસ્તુઓ વચ્ચે જીવતી જાગતી ઉદાસી શ્વાસ લઈ રહી હતી. ફળિયામાં ફેલાઈને ઊભેલો દાયકાઓ જૂનો પીપળો પણ જાણે ઉદાસ થઈ ગયો હોય તેમ ધીમે-ધીમે પોતાનાં પાન ખેરવી રહ્યો હતો. સુધા હીંચકાના છેડે બેસીને ખોળામાં મૂકેલા આલ્બમ પર આંગળીઓ ફેરવી રહી હતી. આંગળીઓ વારંવાર એક જ ફોટા પર આવીને અટકી જતી, સોહમ અને ઋજુતાની સગાઈનો ફોટો. ફોટામાં સોહમના ચહેરા પર છલકાતી ખુશી અને ઋજુતાના સુંદર ચહેરા પરનું એ નમણું સ્મિત જોઈને સુધાને લાગ્યું હતું કે, દુનિયાનું તમામ સુખ એના ઉંબરામાં આવીને બેસી ગયું છે. પણ એ વાતને બે વર્ષ વીતી ગયાં હતાં. સુખ જાણે સરહદની પેલે પાર ઊભું રહીને આ ઘરમાં પ્રવેશવાની પરવાનગીની રાહ જોતું હોય એવું લાગતું હતું. અનિમેષની વર્ષોથી અલગ-અલગ રાજ્યોમાં થતી રહેતી બદલી અને વ્યસ્ત કામગીરીને કારણે તે બાળકોને જોઈએ તેટલો સમય આપી શક્યો નહોતો. સુધાએ લગભગ એકલા હાથે જ બાળઉછેરની જવાબદારી ખૂબ ઉત્સાહ અને પ્રેમથી ઉપાડી લીધી હતી. બાળકોના અભ્યાસથી લ...

ખાલીપો

Image
ખાલીપો ✍️ અમી દોશી રાજકોટ 9825971363 રાત્રિના બે વાગ્યા હતા. મંજરીની આંખ અચાનક ખૂલી ગઈ. બાજુમાં વિનીત ઘસઘસાટ ઊંઘતો હતો. તેના શ્વાસનો લય એકસરખો હતો. રૂમમાં અંધકાર પથરાયેલો હતો અને ઘડિયાળની સેકન્ડની સોય એ અંધકારને ટક... ટક... ટક... કરીને ચીરતી હતી. મંજરી છત સામે જોઈ રહી. શરીરમાં  ગરમીનો એવો ધસમસતો પ્રવાહ ઊઠયો, જાણે કોઈએ અંદરથી બારણાં બંધ કરી આગ સળગાવી હોય. ગભરામણ થવા લાગી, શરીર પરસેવે રેબઝેબ થઈ નીતરવા લાગ્યું. એણે ચાદર હટાવી.બારી ખોલી. બહારની રાત તો ઠંડી હતી. વૃક્ષોના પાંદડાં ધીમેથી હલતાં હતાં. ચંદ્રનો ઝાંખો પ્રકાશ બારીમાંથી ડોકિયું કરતો હતો. આખી દુનિયા ઊંઘમાં હતી પણ મંજરીની અંદર રાત જાગી ગઈ હતી. ડૉક્ટરે એને આ ગરમી/ હોટ ફ્લશનું નામ આપ્યું હતું, “મેનોપોઝ.” બે સેકન્ડનું નિદાન. “આ ઉંમરે થાય.” એટલું જ કહ્યું. પણ શરીરની અંદર જે થતું હતું તેનું નામ કદાચ માત્ર મેનોપોઝ નહોતું. કેટલીક ઋતુઓ શરીરમાંથી પસાર થાય છે ત્યારે સાથે જીવનની કેટલીક જૂની ઋતુઓ પણ વિદાય લેવા લાગે છે  અને રાત્રે, જ્યારે આખું ઘર ઊંઘી જાય છે, ત્યારે સ્ત્રીને પોતાના જ જીવનની ખાલી ઓરડીઓ દેખાવા લાગે છ...

માફી

Image
માફી ✍️અમી દોશી રાજકોટ 9825971363 જૂના ઘરમાં સાંજ હંમેશાં થોડી વહેલી ઊતરી આવતી હોય તેવું લાગે. બહાર હજુ અજવાળું હતું.આકાશમાં સૂરજની છેલ્લી પીળી રેખા દેખાતી હતું છતાં લાંબા વરંડામાં અંધકાર ધીમે ધીમે પગપેસારો કરતો. જાણે દિવસ આખો ઘરમાં રહીને હવે પોતાની સાથે કંઈક લઈ જઈ રહ્યો હોય. અનિરુદ્ધ આજે ફરી એ જ ઘરમાં એકલો હતો. ઘર વેચવાનું હતું. પિતાના અવસાનને પાંચ વર્ષ થઈ ગયાં હતાં, પણ આ ઘર ખાલી કરવાની હિંમત એનામાં થઈ નહોતી. દર વર્ષે એ નક્કી કરતો આ વખતે બધું સમેટી નાખીશ. પણ દર વખતે કોઈ ને કોઈ વસ્તુ હાથમાં આવી જતી અને કામ અટકી જતું. ક્યારેક પિતાની જૂની ખુરશી, ક્યારેક અખબારનું સ્ટેન્ડ, ક્યારેક કોઈ જૂનું વાસણ અને કદાચ સૌથી વધુ પોતાની અંદરનું કંઈક. આજે એ બધું પૂરું કરવાનું હતું. આંગણાના લીમડામાંથી એક પાંદડું ખર્યું અને આવીને એના ચંપલ પાસે અટકી ગયું. અનિરુદ્ધ ખરેલાં પાનને જોતો રહ્યો. કેટલીક વસ્તુઓનું ખરવું કેટલું શાંત હોય છે! કોઈ અવાજ નહીં, કોઈ ફરિયાદ નહીં. માત્ર ડાળીથી છૂટવું... અને જમીન પર આવીને અટકી જવું. એને અચાનક લાગ્યું, સંબંધો પણ કદાચ આવા જ હોય છે. એક જ દિવસમાં તૂટતા નથી. ધીમે ધીમે છૂટત...

સહવાસ

Image
સહવાસ  ✍️અમી દોશી રાજકોટ 9825971363 બારી બહાર અંધારું ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હતું. થોડીવાર પહેલાં પ્રેમના પ્રથમ આવેગ જેવો વરસાદ ધોધમાર વરસીને પૃથ્વીને તરબોળ કર્યા બાદ હવે કોઈ પણ આવેગ વગર જાણે વહાલમાં મખમલી ફોરાં ઉડાડીને ઝરમર વરસી રહ્યો હતો.  ઓરડામાં કોઈ કૃત્રિમ અજવાળું નહોતું. બહારથી આવતો સાંજનો આછો પ્રકાશ જ અંદર સુધી પથરાઈને એક અપૂર્વ શાંતિ ઊભી કરી રહ્યો હતો. આકાશે હળવા હાથે રજાઈ સરખી કરી. શૈલી એની બાજુમાં જ હતી. કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં... બસ, વર્ષોના સહજીવનમાંથી જન્મેલી એક સહજતા. શૈલી સહેજ નજીક સરી આવી અને કંઈ બોલ્યા વગર પોતાનું માથું આકાશની છાતી પર મૂકી દીધું. આકાશના ખભા પર માથું ઢાળીને બેસવું કે પછી એની છાતી પર માથું મૂકીને શાંત પડી રહેવું શૈલીને હંમેશાં એક અજબ શાંતિ અને સલામતી આપતું. સહજીવનના ત્રણ દાયકાઓ પછી પણ આ મૌન સ્પર્શમાં કેટલાય પ્રશ્નોના જવાબ મળી જતાં... અને કેટલાક પ્રશ્નો તો જવાબ વિના જ શમી જતાં. આકાશનો એક હાથ શૈલીની પીઠ પર હતો અને બીજો હળવેથી એના વાળમાં ફરતો હતો. રજાઈની અંદર બે શરીરોને એકબીજાની હૂંફ મળી રહી હતી અને બહાર ઠંડો પવન બારીને અડકીને પસાર...

"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...."

Image
"એક સાંજ, જે કેન્વાસ બની ગઈ...." ✍️અમી દોશી રાજકોટ 9825971363 કેટલીક જગ્યાઓ સુંદર હોય છે… અને કેટલીક જગ્યાઓ સુંદર હોવા ઉપરાંત આપણી અંદર પણ કંઈક સુંદર જગાડી જાય છે. રાજકોટનું ન્યારી ડેમ એવું જ એક સ્થળ છે. સાંજ પડે ત્યારે પાણીની સપાટી પર સૂર્યના બદલાતા રંગો, કિનારે ઊભેલી વનરાજી, હવામાં ભળેલી ઠંડક અને પોતાના માળા તરફ પાછાં ફરતાં પંખીઓ… ન્યારી પોતે જ જાણે કુદરતે દોરેલું એક જીવંત ચિત્ર લાગે. પણ આજની સાંજ થોડી અલગ હતી. આ વખતે અમે ન્યારીનું ચિત્ર જોવા નહોતા ગયા… અમે ન્યારીને રંગવા ગયા હતા. યુવા આર્ટિસ્ટ શક્તિરાજ અને તેના મિત્રો  કે જેમની creative paradise નામની આર્ટ  કોમ્યુનિટી છે તેમણે  સાથે મળીને એક સુંદર Art Partyનું આયોજન કર્યું હતું. કોઈના હાથમાં કેન્વાસ હતું, કોઈ રંગોમાં ખોવાયેલું હતું, કોઈ બ્રશની એક નાનકડી લહેરથી આખું દૃશ્ય બદલવાની કોશિશ કરતું હતું અને ક્યાંક ગિટારના સૂર સાંજની શાંતિમાં ભળી રહ્યા હતા. પણ આ આખી સાંજની સૌથી સુંદર વાત એ હતી કે અહીં કોઈ કલાકાર બનવા નહોતું આવ્યું. કોઈ સ્પર્ધા નહોતી. કોઈને પોતાનું ચિત્ર બીજાના ચિત્ર કરતાં સુંદર બનાવવાની ચિંતા નહોતી....

આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ?

Image
આપણે જીવીએ છીએ કે માત્ર વ્યસ્ત રહીએ છીએ? ✍️અમી દોશી રાજકોટ 9825971363 સવાર પડે અને દિવસ શરૂ થાય એ પહેલાં જ માનસિક દોડ જાણે શરૂ થઈ જાય છે. આંખ ખૂલે ત્યારથી જ મનમાં કામની યાદી તૈયાર હોય છે.આ કરવાનું છે, પેલું પૂરું કરવાનું છે, ત્યાં જવાનું છે, કોઈને ફોન કરવાનો છે, કોઈને મળવાનું છે. દિવસ પૂરો થાય ત્યારે શરીર તો થાકી જાય છે પણ મનને આ દિવસ પૂરો કરી અને સંતોષ મળ્યો છે કે નહીં, તે જાણતાં પહેલાં જ ઊંઘ આવી જાય છે. પણ ક્યારેક મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે,આપણે આખો દિવસ જીવ્યાં કે માત્ર વ્યસ્ત રહ્યાં? જાણે અજાણ્યે પણ વ્યસ્ત રહેવું આપણને ગમે છે. કદાચ એટલું ગમે છે કે ક્યારેક કોઈ કામ ન હોય ત્યારે પણ આપણે કામ શોધી કાઢીએ છીએ. બે ઘડી નિરાંતે બેસવું જાણે સમયનો બગાડ લાગે છે. કોઈ પૂછે, “આજે શું કર્યું?” અને જો જવાબમાં ખાસ કંઈ ન હોય તો દિવસ વેડફાઈ ગયો હોય એવી લાગણી થાય છે. પરંતુ દિવસનું મૂલ્ય માત્ર કરેલા કામોની સંખ્યાથી નક્કી થવું જોઈએ? ક્યારેક બારી પાસે ઊભા રહીને વરસાદ જોવો, બગીચામાં નવા ફૂટેલાં પાનને નિહાળવું, જૂના મિત્ર સાથે બે કલાક વાતો કરવી, કોઈ ગીત સાંભળીને ભૂતકાળમાં સરી જવું કે પછી ગમતી વ્યક્તિ સાથે સ...